• SP હિમકરસિંહે દરેક થાણા અધિકારીઓને આદેશ આપ્યો
  • માલિકીના પશુઓ જાહેર માર્ગો ઉપર મળે તો ગુનો દાખલ કરી કાર્યવાહી કરો
  • માલધારીઓ સાથે પોલીસની બેઠકો અને પોલીસ જાતે રેડિયમ પટ્ટીઓ લગાડવા પહોચી

અમરેલી જિલ્લામાં જાહેર માર્ગો ઉપર રખડતા ભટકતા પશુઓ અને કેટલાક વિસ્તારમાં માલિકીના પશુઓ જાહેર માર્ગો અને નેશનલ હાઇવે સહિત માર્ગો ઉપર સૌથી વધુ જોવા મળી રહ્યા છે અકસ્માતોની ઘટના બાદ કેટલાક સીસીટીવી ફૂટેજ લાઈવ નાગરિકો માટે ડરામણા દ્રશ્યો અમરેલી SP હિમકર સિંહના ધ્યાનમાં આવતા નિર્દોષ લોકોના જીવ જાય તે પહેલા પશુઓની બાબતે ગંભીરતા દાખવી.

પોલીસ સ્ટેશનના અધિકારીને સોપી જવાબદારી

[[$googlead]]

જિલ્લાના તમામ થાણા અધિકારીઓને આદેશ આપ્યા જાહેર માર્ગો ઉપર અને નેશનલ હાઇવે ઉપર આવતા પશુઓને રેડિયમ લગાવો અને હાઇવે નજીકના ગામડાના સરપંચો ગ્રામજનો માલધારીઓ પશુ સાથે સંકળાયેલા લોકો સાથે બેઠકો યોજી ગંભીર અકસ્માતોની ઘટનાઓ અટકાવવા સંવેદનશીલ બનવા માટે સૂચન કરો જેના કારણે સૌવ પહેલા જાફરાબાદ તાલુકામાં આવેલ નાગેશ્રી પોલીસ દ્વારા દરેક ગામડામાં બેઠકો શરૂ કરી ગામ લોકોને રૂબરૂ મળી પશુઓમાં કારણે સર્જતાં અકસ્માતો અટકવવા પોલીસ દોડતી થઈ છે.

[[$alsoread]]


રખડતા ઢોરના માલિક સામે ફરિયાદ કરો

માલિકીના ઢોર રખડતા મુકનારા સામે ભારતીય ન્યાય સાહિતાની 291ની કલમે ગુનાઓ દાખલ કરવા કરવા માટેની કડક સૂચના આપતા પોલીસ તંત્ર ઢોર બાબતે સક્રિયતા દાખવી કામગીરી શરૂ કરાઇ છે ઉપરાંત ગ્રામ વિસ્તારમાં ગ્રામ પંચાયતો અને શહેરી વિસ્તારમાં નગરપાલિકાઓ સાથે સંકલનમાં રહી ટીઆરબી હોમગાર્ડ સહિત પોલીસ બંદોબસ્ત સાથે જાહેર માર્ગો ઉપર પશુઓ સામે આવે તો તાત્કાલિક દૂર ખસેડવા ઉપરાંત રેડિયમ લગાવવી જોકે SPના આદેશ મળતા ASP વલય વૈદ્યના સીધા મોનીટરીંગ હેઠળ સ્થાનિક પોલીસ દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકો સાથે સીધો સંવાદ કરી કામગીરી શરૂ કરાઈ છે.

રેડિયમ પટ્ટી લગાડવાની કામગીરી શરૂ

નાગેશ્રી પોલીસ રાત્રીના સમયે રેઢીયાર માલઢોરને રેડિયમ પટ્ટી લગાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે પીએસઆઇ પોલીસ કર્મચારીઓ અકસ્માત અટકાવવા પશુ કામગીરીમાં જોડાયા છે.અમરેલી જિલ્લા પોલીસ વડાના આદેશ બાદ પોલીસ પ્રશાસન અધિકારીઓ પોલીસ કર્મચારીઓ એક્ટિવ મોડમાં આવી કામગીરીનો પ્રારંભ કર્યો પરંતુ સ્થાનિક નગરપાલિકાઓ વહીટી તંત્ર હજુ સુધી કામગીરીમાં ક્યાંય જોવા મળ્યું નથી જેથી પાલિકાઓએ હજુ પણ પોતાની આળસ મરડી સક્રિયતા દાખવી નથી અને માત્ર પોલીસ તંત્ર સૌવથી પહેલા આગળ આવી પશુઓના અકસ્માત અટકાવવા માટેનો નવતર પ્રયાસ શરૂ કર્યો છે.

થોડા દિવસ પહેલા ઢોરે એક વ્યકિતને લીધો હતો અડફેટ

અમરેલી જિલ્લાના ધારીમાં બાઇક ચાલક ડોક્ટર પસાર થતા આખલાએ રીતસર હુમલો કર્યો હોય તેમ આખલો આક્રમણ બનતા બાઇક ચાલક ઉપર છલાંગ લગાવતા ઇજાગ્રસ્ત થતા સમગ્ર લાઈવ ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થયા બાદ જાફરાબાદના હેમાળ ગામ નજીક નેશનલ હાઇવે પર કાર ચાલક દ્વારા 4 ગાયો નેશનલ ઉપર હડફેટે લેતા ડ્રાયવર સહિત 3 ગાયોના મોત થયા બાદ રાજુલા શહેરમાં પશુઓ ઉપર બાઇક ચાલક ચડાવી લેતા બાઈક ચાલકો રીતસર ઉલળી નીચે ખાબકયા બાદ ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ સતત વધતી જતી ઘટનાઓમાં પશુઓના કારણે અકસ્માતો સર્જાતા અટકાવવા હાલ તો પોલીસ વિભાગ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યું છે.


  • Follow us on: