• મહાભારતના યુદ્ધ સાથે સંકળાયેલ મુખ્ય સ્થળમાંનું એક છે

  • વાળીનાથ મંદિરે ચર્મ રોગથી માંડી અનેક માનતા પૂરી કરતા ભક્તો
  • એક સજોદ તીર્થધામ એવા વાળીનાથ દાદાના મંદિરે ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું

અંકલેશ્વર તાલુકાના સજોદ ગામ ખાતે આવેલ પૌરાણિક વાળીનાથ દાદાના મંદિરે ચૈત્ર માસ માં ભક્તોની ભારે ભીડ જામી રહી છે. ચર્મ રોગ દુર કરનાર અને બળીયા બાપજી ના મુખ્ય ત્રણ મંદિરોમાંનું એક સજોદ તીર્થધામ એવા વાળીનાથ દાદાના મંદિરે ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થતા ટાઢું જમવા માટે આવે છે.

પુરાણો અને લોકવાયકા મુજબ અંકલેશ્વર ના સજોદ ગામ ખાતે આવેલ બળીયા બાપજી એવા વાળીનાથ દાદા નું અનેરું મહત્વ છે. મહાભારતના યુદ્ધમાં ભીમ પુત્ર બર્બરીક ને માતા એ પિતાને મદદ કરવા માટે જવા કહ્યું પરંતુ બર્બરિક પોતાના પિતા ભીમને જાણતો ન હોવાથી માતા એ કહ્યા મુજબ સાંજે જે પક્ષ વિજેતા બને તેની સાથે રહેવાનું. જે તે સમયે કૌરવ વિજય થતા બર્બરિક પાંડવ સેના નાની હોવાથી તેઓ ની હાર થશે કરતા તેમ માની તે ભગવાન કૃષ્ણ પાસે યુદ્ધ મેદાનમાં આવ્યા અને તેને રોકવા ચલાવેલા સુદર્શન ચક્ર થી બબરીક શરીરના અંગોના પાંચ ટુકડા થયા હતા જે વિવિધ સ્થળો પડયા હતા બાદમાં ભગવાન કૃષ્ણનાં વરદાન ના આધારે અમરત્વ પ્રાપ્ત કરી તેનું માથું સમગ્ર યુદ્ધ દરમિયાન કુરુક્ષેત્ર ખાતે રહયું અને ત્યાર થી બળીયા બાપજી તરીકે પૂજાય છે. આજે તમને ચર્મ રોગ દુર કરના દેવ તરીકે વિશ્વમાં પૂજા થાય છે . વડોદરાના પોર, સુરતના કિમ પાસે ના શીયાદલા ગામ અને સજોદ ના વાળીનાથ ખાતે તેમના અંગો પડયા હતા. જે જગ્યા પર તેના દેવ સ્થાનો આવેલા છે.

સજોદ ખાતે ચૈત્ર માસ ના રવિવાર, મંગળવાર અને ગુરુવારે, તેમના દર્શન નું અનેરું મહત્વ હોઈ છે. ચૈત્ર માસમાં ભક્તોનું ધોધપુર ઉમટી પડે છે. અને લોકો પોતાની બાધા આખડી પૂર્ણ કરવા તેમજ ટાઢું જમવા માટે વિશેષ આવી રહ્યા છે. વાળીનાથ દાદા ના મંદિર ના પટાંગણ માં આવેલ વર્ષો જૂનો કૂવો આવેલો છે , જેમાં ચૈત્ર માસ માં ગરમી નહિ થયા તે માટે ભક્તો જલાભિષેક કરી મંદિર ને ઠંડુ રાખે છે તેમજ ચૈત્ર માસ માં વાળીનાથ દાદા ના મંદિરે ટાઢું જમવાનું મહત્વ હોવાથી ભક્તો ટાઢું જમવા માટે આવે છે અને માનતા પૂર્ણ કરે છે.


  • Follow us on: