• અંકલેશ્વરના હાંસોટ તાલુકામાં વરસાદ
  • કિમ નદીના પાણી બંન્ને ગામોમાં ફરી વળ્યા
  • આસરમા અને ઓભા ગામમાં પાણી ભરાયા

અંકલેશ્વરના હાંસોટ ગામે કીમ નદીના પાણી ગામમાં ફરી વળતા તારાજી સર્જાઈ છે.પાણી ગામમાં ફરી વળતા જનજીવનને વ્યાપક અસર થઈ છે.નદી કિનારે રહેલું સ્મશાન પણ પાણીમાં ગરકાવ થયું છે.હાંસોટ તાલુકાના આસરમા અને ઓભા ગામમાં પાણી ભરાયા છે.સાથે સાથે સાહોલ ગામ નજીકથી પસાર થતી કીમ નદી ઉકાન પર છે.

આસપાસના ખેતરો પણ જળમગ્ન

ભરૂચ અને અંકલેશ્વરમાં ભારે વરસાદ વરસતા આસપાસના ગામોમાં વરસાદી પાણી ભરાયા છે.ખેતરમાં તૈયાર થયેલા પાકને પણ નુકસાન થયું છે.કિમ નદીના પાણી ગામમાં અને ખેતરોમાં ફરી વળ્યા છે,હજી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું.ગામનું સ્મશાન પણ પાણીમાં ગરકાવ થયું છે.હાલ એનડીઆરએફની એક ટીમ ગામમાં પહોંચી છે,બીજી તરફ જે ઘરોમાં પાણી ભરાયું છે તે ઘરોમાંથી સ્થાનિકોનું રેસ્કયુ કરીને અન્ય સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે.


અંકલેશ્વરમાં બે મકાન જર્જરીત થતા ધરાશાયી થયા

અંકલેશ્વરમા બે મકાન વરસાદના કારણે ધરાશાયી થવાની ઘટના બની છે,અંકલેશ્વરના દગા ફળીયામાં એક મકાન ધરાશાયી થયું છે તો બીજી તરફ હવેલી ફળિયાનું મકાન પણ ધરાશાયી થયું છે,મહત્વનું છે કે આ બન્ને મકાનમાં કોઈ રહેતું ના હોવાથી કોઈ જાનહાની થઈ નથી.બીજી તરફ પાલિકા દ્રારા અન્ય જે જર્જરીત મકાનો છે તેને નોટીસ આપીને ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે.

અંકલેશ્વરમાં ઘોડા પણ પાણીના પૂરમાં તણાયા

અંકલેશ્વર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ હતી.શહેરની અનેક સોસાયટીઓમાં પાણી ભરાતા જન જીવન પર તેની માઠી અસર થઈ છે,આમલાખાડી પાસે પણ ભારે વરસાદ થતા ખાડી જળબંબાકાર થઈ હતી અને પાણી બહાર રોડ પર આવી ગયા હતા.આમલાખાડીમાં વરસાદી પાણીમાં ચાર ઘોડા પણ તણાયા હોવાની ઘટના બની હતી.

 

  • Follow us on: