• યુવા નેતાઓએ રાજીનામા આપતા કચ્છ જિલ્લા કોંગ્રસમાં સફાયો
  • જિલ્લા NSUI પ્રમુખ તીર્થરાજ મકવાણાએ રાજીનામું આપ્યું
  • યુથ મહામંત્રી નિલયગીરી ગૌસ્વામીએ પણ કોંગ્રેસ છોડી

ગુજરાત કોંગ્રેસને લોકસભા ચૂંટણી પહેલા વધુ એક ઝટકો લાગ્યો છે. જેમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રવકતા દીપક ડાંગરે રાજીનામું આપ્યું છે. તેમજ કચ્છ જિલ્લા NSUI પ્રમુખ તીર્થરાજ મકવાણા તથા કચ્છ યુથ કોંગ્રેસ મહામંત્રી નિલયગીરી ગૌસ્વામીએ પણ રાજીનામું આપ્યુ છે.


યુવા નેતાઓએ રાજીનામા આપતા કચ્છ જિલ્લા કોંગ્રસને મોટો ઝટકો

વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા યુવા નેતાઓએ રાજીનામા આપતા કચ્છ જિલ્લા કોંગ્રસને મોટો ઝટકો લાગ્યો છે. લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે અને ગુજરાતમાં 26 બેઠકો માટે સાતમી મેએ મતદાન થવાનું છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસમાંથી રાજીનામાનો દોર યથાવાત છે. તાજેતરમાં જ ગુજરાત કોંગ્રેસના નેતા રોહન ગુપ્તાએ રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે રોહન ગુપ્તાને પૂર્વ બેઠક ટિકિટ આપી હતી પણ પરંતુ તેમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. તેમણે પોતાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગને મોકલી દીધુ છે.

અગાઉ રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું

અગાઉ રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. તેઓ 40 વર્ષ કોંગ્રેસ પાર્ટીના સભ્ય રહી ચૂક્યા હતા. રાજકુમાર ગુપ્તા કોંગ્રેસમાં મહામંત્રી, ઉપપ્રમુખ અને ખજાનચી તરીકેની જવાબદારીઓ સંભાળી ચૂક્યા હતા. તેમણે નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળ્યું હતું.


  • Follow us on: