- બગસરામાં દુષ્કર્મની ઘટના
- વિધર્મી યુવાને 13વર્ષીય બાળા પર ગુજાર્યું દુષ્કર્મ
- ફરિયાદમાં અપહરણ અને પોક્સોની કલમ લગાડવામાં આવી
દિવાળીના દિવસોમાં અમરેલી જિલ્લાના બગસરા પંથકમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. અહીં એક 13 વર્ષીય સગીરા પર વિધર્મી યુવાને દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. જેને પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.
અમરેલી જિલ્લાના બગસરામાંથી એક 13 વર્ષીય સગીરાના દુષ્કર્મના સમાચાર સામે આવ્યા છે. આ દુષ્કર્મ કરનાર એક વિધર્મી યુવાન હતો જેણે બાળાને ફોસલાવીને પોતાના ઘર નજીક બોલાવી ત્યાંથી અપહરણ કરી અજ્ઞાત સ્થળે તેના પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે વધુ જાણકારી પ્રમાણે બગસરાના નદીપરા વિસ્તારમાં રહેતા વિધર્મી યુવાન દ્વારા આ દુષ્કૃત્ય આચરાયું હોવાની જાણકારી સામે આવી છે. ભોગ બનેલ 13 વર્ષીય બાળા દ્વારા પોલીસને આ બાબતે વિગતો આપવામાં આવતા વિધર્મી યુવાનની વિરુદ્ધમાં કેસ નોંધવામાં આવ્યો છે અને તેની વિરૂદ્ધ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
