• બાકોડી ગામના બજારોમાં પાણી ભરાયા
  • બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો
  • મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાયા

કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે.બાકોડી ગામના બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.મુખ્ય માર્ગો હોય કે ખેતરો હોય જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.બસ સ્ટેન્ડ ચોકમાં બાઈકો પણ પાણીમાં ગરકાવ થયા છે.અનેક મકાનો તેમજ દુકાનોમાં વરસાદી પાણી ઘુસતા લોકોને ભારે હાલાકી પડી રહી છે.

કલ્યાણપુરમાં છ કલાકમાં 11 ઇંચ વરસાદ

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે સવારથી જ સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, આજે 6 કલાકમાં 108 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તેમાં પણ દ્વારકાના કલ્યાણપુરમાં આભ ફાટ્યું છે. કલ્યાણપુરમાં છ કલાકમાં 11 ઇંચ વરસાદથી જળબંબાકાર થઇ ગયું છે. તો માલેતા ગામના સરપંચના જણાવ્યા પ્રમાણે, ત્યાં ત્રણ કલાકમાં 15 ઇંચથી વધુ વરસાદ ખાબક્યાનો દાવો કરી રહ્યા છે.


વરસાદે વધારી ચિંતા

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં એટલે કે માત્ર ચાર કલાકમાં કુલ 94 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો બીજી બાજુ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં માત્ર બે કલાકમાં જ પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી પણ આપી છે. ધોધમાર વરસતા વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ મહેસાણા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી

ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગરમાં વરસાદ રહેશે. તેમજ બોટાદ, મોરબી, જામનગરમાં વરસાદ રહેશે તથા ભરૂચ, સુરત, ડાંગ, નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી સાથે મહીસાગર, ખેડા, દાહોદ, આણંદમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે. તથા પાટણ, બનાસકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદ પડશે અને મહેસાણા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે.

આજે સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ

સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વચ્ચે હવામાન વિભાગે આજે 10 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. જે અંતર્ગત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક સ્થળો પર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં રેડ એલર્ટ અપાયું છે. ગીર સોમનાથ અને રાજકોટમાં પણ અત્યંત ભારેની આગાહી કરાઇછે. બીજી તરફ 11 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. જેમાં કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરનો સમાવેશ થાય છે. મધ્ય ગુજરાતના 5 જિલ્લા અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


  • Follow us on: