આ કામના ફરીયાદીના સંબંધીએ ખારા ખોડા સેવા સહકારી મંડળીમાં થયેલ ઉચાપત તથા ગેરરીતી બાબતેની તપાસ થવા સારું જિલ્લા રજીસ્ટર સહકારી મંડળીઓ બનાસકાંઠાનાઓને અરજી કરી હતી અને જે અરજીની તપાસ થવા સારું જિલ્લા રજીસ્ટાર પાલનપુરનાઓએ આ કામના આક્ષેપિત નાઓની કરાર આધારીત તપાસ અધિકારી તરીકે નિમણૂક કરી હતી અને આ કામના ફરિયાદીએ પોતાની અરજી બાબતે આ કામના આક્ષેપીતનો સંપર્ક કરતા આક્ષેપીતે સદર અરજી તપાસમાં ખામી નહી કાઢવાની અવેજ પેટે આરોપીએ રૂપિયા 2000ની લાંચની માંગણી કરી હતી.


ફરીયાદી

એક જાગૃત નાગરીક

આરોપી

ડાયાભાઈ નાથાભાઈ ડોડીયા

નિવૃત સહકારી અધિકારી વર્ગ -૩

હાલ-કરાર આઘારીત તપાસ અધિકારી સહકારી મંડળીઓ પાલનપુર

લાંચની માંગણીની રકમ

રૂ.૨૦૦૦/-

લાંચની સ્વીકારેલ રકમ 

રૂ.૨૦૦૦/-

ટ્રેપનું સ્થળ 

સબ રજીસ્ટર કચેરીના બહારના ભાગે જોરાવર પેલેસ પાલનપુર, જી.બનાસકાંઠા

અધિકારીઓ સામે લેવાયા પગલા

ગુજરાતમાં અધિકારીઓ લાંચ લઈ મોટા ફાર્મ હાઉસ,સોના અને વિવિધ મિલકતોમાં રોકાણ કરતા હોય છે,ગુજરાતમાં સાગઠિયા જેવા ઘણા અધિકારીઓ એવા હશે કે જેની પાસે અઢળક મિલકતો હતો, આવા અધિકારીઓ સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ થયા પછી મિલકતો જપ્ત કરવા કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.કેસ દાખલ થયા પછી સરકાર અપ્રમાણસરની મિલકતો જપ્ત કરી શકશે. આ ઉપરાંત જામીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે.ઘણા કિસ્સાઓ એવા પણ બન્યા છે જેમાં અધિકારીઓને જેલ થયા પછી જામીન મળી જતા હોય છે,ઘણા અધિકારીઓ એવા પણ છે કે જેઓ બીજાના નામે સંપતિ લેતા હોય છે ત્યારે આવા અધિકારીઓએ પણ સચેત થવું જરૂરી છે,ગુજરાતમાં ઘણા અધિકારીઓ એવા છે કે જે સામન્ય નાગરિક પાસે પણ લાંચ લેવામાં અટકાતા નથી,તો ઘણા અધિકારીઓ એવા છે કે જે સરકાર પગાર આપે તેમાં જ તેમનું ગુજરાન ચલાવતા હોય છે.

કોઈ તમારી પાસે લાંચ માંગે તો કરો એસીબીનો સંપર્ક

ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.


  • Follow us on: