સુરત જિલ્લાના બારડોલીના તેન ગામના રેહવાસી અને નિવૃત સરકારી કર્મચારી ડિજિટલ એરેસ્ટનો ભોગ બનતા ચકચાર મચી છે. મુંબઇની બેંકમાં ફ્રોડમાં પોતાનો ખાતા નંબર અને સિમ કાર્ડનો ઉપયોગ થયો હોવાનું જણાવી ભેજાબાજાએ 63 લાખ ખંખેરી લીધા હતા. નિવૃત સરકારી કર્મચારીને ડિજિટલ એરેસ્ટ બતાવી સીબીઆઇ ઓફિસરની ઓળખ પણ અપાઈ હતી.

[[$googlead]]

રાજ્ય સરકાર ડિજિટલ એરેસ્ટ અંગે બચવા સાવધાન કરી રહી છે
એક બાજુ રાજ્ય સરકાર ડિજિટલ એરેસ્ટ અંગે બચવા સાવધાન કરી રહી છે. ડિજિટલ એરેસ્ટ જેવું કશું ન હોવાનું અનેક વાર જાહેરાતો થકી જણાવ્યું. પણ અશિક્ષિતિ લોકો તો ઠીક પરંતુ શિક્ષિત લોકો જ વધુ ભોગ બની રહ્યા છે. આવો જ એક કિસ્સો સુરત જિલ્લાના સરદાર નગરી કહેવાતા બારડોલી પંથકમાં બનવા પામ્યો છે. ઘટના એ બની કે બારડોલીના તેન ચાણક્યપુરી સોસાયટીમાં રેહત અને નિવૃત સરકારી કર્મચારી ડિજિટલ એરેસ્ટનો ભોગ બની ગયાં હતાં. અજાણ્યા નંબર ઉપરથી વિડીયો કોલ આવ્યો હતો. અને તેઓ મુંબઇમાં જેટ એર લાઇન્સમાં 600 કરોડનું ફ્રોડ થયું છે. જેમાં આ અજય ભાઈ ચાવડાનો બેંક એકાઉન્ટનો ઉપયોગ થયાનું જણાવ્યું હતું.

આરટીજીએસથી રકમ ટ્રાન્સફર કરાવી
ફ્રોડ અંગે ભેજાબાજ એ જાણ તો કરી પણ વોટ્સએપના માધ્યમથી અજય ભાઈના નામનો ધરરપકડ વોરંટ અને ખાતું ફ્રીઝ કરવાનો ઓર્ડર પણ મોકલી આપ્યો હતો. જેથી અજય ભાઈ ગભરાયા હતાં. વિડીયો કોલથી ત્રણ જેટલા ઈસમો વાત કરતા હતા. અને પાછળ મુંબઇ કોલાબા પોલીસ મથકનું દ્રશ્ય પણ ઉભું કરાયું હતું. જેથી અજય ભાઈને ફાડ પડી હતી. ભેજાબાજો એ અજય ભાઈને ડિજિટલ એરેસ્ટ બતાવી જામીન માટે સરકારી તિજોરી માં 50 લાખ જમા કરાવવા જણાવ્યું હતું. તમામ રકમ આરટીજીએસથી ચોવીસ કલાકમાં ટ્રાન્સફર કરવાનું જણાવ્યું હતું.

બારડોલી ટાઉન પોલીસે નોંધી ફરિયાદ
ગભરાયેલા અજય ભાઈ વાતમાં આવી ગયા હતા. જેથી ભેજાબાજો પૈકી એક ઈસમએ પોતે સીબીઆઈના ઇન્વેસ્ટિગેશન ઓફિસર રાજીવ ગુપ્તા તરીકે ઓળખ આપી હતી. અલગ અલગ રકમ રાજસ્થાન , ગુજરાતના ગોંડલ , એમપીની મંદસોર વિવિફહ બેંકના વિવિધ શાખામાં 61.30 લાખ આર ટી જી એસ કરાવ્યાં હતાં. આખરે વધુ પૈસા નહિ થતાં પોતે ડિજિટલ એરેસ્ટ ભોગ બન્યા નું જણાયું હતું. અને તાત્કાલિક બારડોલી ટાઉન પોલીસમાં સમગ્ર મામલે ફરિયાદ આપતા પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી છે. અને લોકો ને પણ સાવચેત રહેવા અપીલ કરાઈ છે.

  • Follow us on: