[[$googlead]]
માનસિક બિમારીના ઇલાજ માટે આવતી હિન્દૂ મહિલા સાથે દુષ્કર્મ ગુજારનાર મુજાવર પોલીસના હાથે ઝડપાયો છે.બિમારી દૂર કરવાના બહાના હેઠળ મહિલાઓને દરગાહના રૂમમાં ગોંધી રાખી નશાયુક્ત પાણી પીવડાવી બે શુધ્ધ કરી દુષ્કર્મ ગુજારનારની પોલીસે ધરપકડ કરી છે.ઝઘડિયાના રતનપોર બાવાગોર દરગાહ જેવા ધાર્મિક સ્થળ ઉપર ગોરખધંધા કરતા બાપુનો આખરે પર્દાફાશ થયો છે.

દરગાહમાં કરતો ખરાબ કામ
મુસ્લિમ બિરાદરોના આસ્થાનું કેન્દ્ર ગણાતા એવા ભરૂચ જિલ્લાના પ્રસિદ્ધ બાવાગારો દરગાહ ખાતે માનસિક બિમારી દૂર કરવાના નામે દુષ્કર્મ ગુજારનાર મુસ્લિમ બાપુની રાજપારડી પોલીસે ધરપકડ કરી છે.બનાવની વિગત એમ છે કે ઝઘડિયા તાલુકાના રતનપોર ગામે આવેલી મુસ્લિમ બિરાદરોના આસ્થાનું સ્થાન માનવામાં આવતા એવા બાવાગોર દરગાહ જેવા ધાર્મિક સ્થળ ઉપર ગોરખધંધા કરતો મુસ્લિમ બાપુનો ચહેરો આખરે પોલીસે બેનકાબ કર્યો છે. છેલ્લા એક વર્ષથી ૨૪ વર્ષીય હિન્દૂ યુવતી અને તેની માતાને માનસિક બિમારી હોય અને તે બિમારીમાંથી મુક્ત કરવા અવાર નવાર બાવાગોર દરગાહ ખાતે જતી હતી. જ્યારે બાવાગોર દરગાહ ખાતે ઇમ્તિયાઝ ઉર્ફે સકુબાવા મહંમદ નબી એ મુજાવર તરીકે ફરજ બજાવે છે.

દુષ્કર્મ ગુજાર્યુ
છેલ્લા એક વર્ષથી હિન્દૂ યુવતી તેની માતાની માનસિક બિમારી સારી થઇ જાય તે માટે માતા ને લઇ બાવાગોર દરગાહ જતી હતી. જ્યાં બાવાગોર દરગાહ ખાતે મુજાવર તરીકે કામ કરતા ઇમ્યિતાયઝ ઉર્ફે સકુબાવા મહંમદ નબી એ મહિલાની માનસિક બિમારી ઠીક કરી આપવા દરગાહ ખાતે રોકાવું પડશેની લાલચ આપી હતી.યુવતી અને તેની માતાને મુજાવર સકુબાવાએ દરગાહના એક રૂમમાં ગોંધી રાખ્યા હતા. અને અનાર નવાર બિમારીના ઇલાજ માટે મહિલાને બેશુધ્ધ કરી નાખતું પાણી પીવડાવતો હતો. પુત્રીને કોઇ કામ માટે બહાર મોકલી મુજાવર સકુબાવા મહિલા સાથે દુષ્કર્મ ગુજારતો રહેતો હતો.



પોલીસે મહિલાને છોડાવી
આટલું જ નહીં મુજાવરની પત્નીને બાળકો નથી થતા અને તે મહિલાને પોતે પત્ની બનાવવા માંગે છે તેની વાત કરી એક વર્ષ સુધી બિમારીના બહાના હેઠળ દુષ્કર્મ ગુજારવાનું ચાલુ રાખ્યું હતું. આખરે આ બનાવે પુત્રને ખબર પડતા તેણીએ વિરોધ કર્યો હતો. તો મુજાવરે માતા પુત્રી ને આ બનાવે કોઇ ને જાણ કરશો તો જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.જેમ તેમ કરી પુત્રીએ હિંમત કરી પોલીસનો સંપર્ક કર્યો હતો. તો રાજપારડી પોલીસે ઘટના સ્થળ ઉપર જઈ મુજાવરના ચુંગલમાંથી મહિલાને છોડાવી.

ગાંજાનો પણ કરતો નશો
દુષ્કર્મ કરનાર મુજાવર સકુબાવાની ધરપકડ કરી તેની પોલ ખોલી હતી. રાજપારડી પોલીસે બાવાગોર દરગાહના સકુબાવા ની ધરપકડ કરી તેની વિરૂધ્ધ બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરતા પંથકમાં ચકચાર મચી છે.વધુમાં મુસ્લિમોના આસ્થાના કેન્દ્ર ઉપર નશાનો પણ કાળો કારોબાર ચાલતો હોવાની પોલીસને માહિતી પ્રાપ્ત થઇ રહી છે. દરગાહ ઉપર કામ કરતા કેટલાય ગાંજા ના નશામાં ધુત રહેતા હોવાની માહિતી પોલીસને મળતા તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

  • Follow us on: