- શિવભક્તો ડીજેના તાલે મંત્રમુગ્ધ
- શહેરમાં ઠેર ઠેર શિવજી કી સવારીનું ભાવિકો દ્વારા ઉમળકાથી સ્વાગત કરાયું
- બોરસદમાં શહેર મોટાભાગના વિસ્તારોમાંથી શહેરીજનો મોટીસંખ્યામાં જોડાયા
બોરસદ : દેવાધિદેવ મહાદેવની આરાધના કરવાના મહાપર્વ મહાશિવરાત્રિના પર્વે આણંદ જિલ્લાના બોરસદ શહેરમાં ખોડિયાર માતાજીના મંદિરેથી શનિવારે સાંજના સુમારે શિવજીની સવારીનું શિવભક્તોની ખુબ જ મોટી જનમેદનીની ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે ભવ્યાતિભવ્ય રીતે શિવ પરિવારની શિવજી કી સવારી નીકળી હતી. હર હર મહાદેવના જય ઘોષ અને ભારે આતશબાજી સાથે નીકળેલી ભવ્યાતિભવ્ય શિવજી કી સવારીમાં બોરસદમાં શહેર મોટાભાગના વિસ્તારોમાંથી શહેરીજનો મોટીસંખ્યામાં જોડાયા હતા. મોડી સાંજે પ્રસ્થાન થયેલ સવારી પાંચ કલાક સુધી શહેરમા જાહેર માર્ગો પરથી પસાર થઈને મહાકાળેશ્વર મંદિરે પહોંચી હતી. વિવિધ વેશભૂષામાં બાળકો સહિત શ્રાધ્ધાળુઓ મોટીસંખ્યામાં શિવજીકી સવારીમાં જોડાયા હતા. શહેરમાં ટાઉન તેમજ જિલ્લા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે નીકળેલી ભવ્યાતિભવ્ય શિવજી કી સવારીમાં વિવિધ વેશભૂષામાં લોકો મોટીસંખ્યામાં જોડાયા હતા. શહેરના વિવિધ માર્ગો ઉપર પસાર થઈ રહેલી શિવજી કી સવારીનું માર્ગમાં આવતી વિવિધ પોળોના યુવક મંડળો દુકાનદારો આગેવાનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેની સાથે પુષ્પવર્ષા કરીને શિવ પરિવારના દર્શન કર્યા હતા. આ ઉપરાંત મોડી રાત્રે શિવભક્તો અને આગેવાનોની હાજરીમાં મંદિર ખાતે મહાઆરતી કરવામાં આવી હતી.
સમગ્ર બોરસદ શહેર શિવમય બની ગયું










