• સુવિધા જીએસટી પોર્ટલ પર કાર્યરત કરવામાં આવી નથી

  • સસ્પેન્ડેડ નંબર 15 મિનિટમાં જ શરૂ કરવાની જાહેરાત થઈ હતી
  • પોર્ટલ સંભાળતી એજન્સીએ સુવિધા જ ઊભી નહીં કરતા અમલવારી હજી દૂર

જીએસટી રિટર્ન નહીં ભરવાના કારણે જે પણ વેપારીના નંબર સસ્પેન્ડ કરાયા હોય તે વેપારી તમામ રિટર્ન ભરી દે તો 15 મિનિટમાં તેનો સસ્પેન્ડ કરાયેલો નંબર ફરીથી કાર્યરત કરી દેવાની મોટા ઉપાડે જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત કર્યાના એક સપ્તાહ બાદ પણ હજુ આ સુવિધા જીએસટી પોર્ટલ પર કાર્યરત કરવામાં આવી નથી.

એક સપ્તાહ પહેલા સીબીઆઇસી (સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેકટ ટેક્સ એન્ડ કસ્ટમ)એ ટ્વીટ કરીને એવી જાણકારી આપી હતી કે જે પણ વેપારીઓએ રિટર્ન ભરપાઇ કર્યા નહીં હોવાના કારણે જીએસટી નંબર સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેઓ તમામ રિટર્ન ભરી દેશે તો 15 મિનિટમાં જીએસટી નંબર કાર્યરત કરી દેવામાં આવશે. આ જાહેરાત કર્યાના એક સપ્તાહ પછી પણ સુવિધા શરૂ કરવામાં આવી નથી. જ્યારે સીબીઆઇસીએ જે ટ્વિટ કર્યુંર્ હતું તે ટ્વીટ પણ ડિલીટ કરી દેવામાં આવી છે. તેમાં એવી વિગત જાણવા મળી છે કે સીબીઆઇસીએ મોટા ઉપાડે સુવિધા શરૂ કરવાની જાહેરાત તો કરી દીધી હતી. પરંતુ તે માટેની સમગ્ર સિસ્ટમ તૈયાર કરવાની જવાબદારી પોર્ટલની કામગીરી સંભાળતી એજન્સીએ કરવાની હોય છે. આ એજન્સીએ તેને લગતી કામગીરી જ કરી નહીં હોવાની જાણ સીબીઆઇસીને જાહેરાત કર્યા પછી થઇ હતી. તેના કારણે કરવામાં આવેલા ટ્વિટને પણ ડિલીટ કરી દીધી હતી.


  • Follow us on: