• કારમાંથી 6.63 લાખનો મુદ્દામાલ, વોલ્વોમાંથી 15,356નો મુદ્દામાલ જપ્ત કરાયો

  • પોલીસે માલોત્રા રેલ નદી નજીક પીછો કરી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી લીધી
  • 31 ડિસેમ્બરને લઈ પોલીસે સઘન વાહન ચેકીંગ કરી રહી છે

31 ડિસેમ્બરને લઈ પોલીસે સઘન વાહન ચેકીંગ કરી રહી છે. ખાસ કરીને સરહદી વિસ્તારમાં પોલીસે પેટ્રોલીંગ વધાર્યું છે. ત્યારે બુધવારે ધાનેરામાંથી 2 જગ્યાએથી વિદેશી દારૂ અને રમ ઝડપી લેવાયો હતો.

ધાનેરા પોલીસને બાતમી મળી હતી કે, વાસણ ચેકપોસ્ટ પરથી એક ગાડી રાજસ્થાન તરફ્થી દારૂ ભરી ગુજરાત તરફ્ આવવાની છે, જેના આધારે ધાનેરા પોલીસે વાસણ ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ હાથ ધર્યું હતું. પોલીસને જોઈ દારૂ ભરેલી ગાડીના ચાલકે ગાડી દોડાવી હતી ધાનેરા પોલીસે ગાડીનો પીછો કરતા માલોત્રા ગામ નજીક રેલ નદીના પટમાંથી દારૂ ભેરલી ગાડી સાથે ઈસમને પકડી પાડયો હતો. ગાડી ચાલક હરિયાણા રાજ્યના સોનીપત તાલુકાનો હોવાનું જાણવા મળ્યું છે. પકડાયેલ ઈસમ હિતેષ ચૌધરી પાસે રહેલી ગાડીમાંથી કુલ 690 બોટલો વિદેશી દારૂની મળી આવી છે. વિદેશી દારૂની બોટલો સાથે કુલ 6 લાખ 63 હજાર 700 નો મુદ્દા માલ જપ્ત કરી જેલ હવાલે કર્યો છે.

આજ રીતે આજે સવારે ધાનેરા થી અમદાવાદ જતી સરકારી વોલ્વો બસની ડિકીમાંથી બિન વારસી 3 થેલામાંથી વિદેશી દારૂ ની બોટલો મળી આવી છે. વોલ્વો બસના ડ્રાઈવર અને મહિલા કંડકટર ત્રણ થેલા વિશે બસમાં બેઠલ મુસાફ્રોને પૂછયું હતું પરંતુ બેગ અંગે કોઈ બોલવા તૈયાર ના હતું. તેથી બસના ડ્રાઈવરે કટ્રોલ પોઈન્ટ પર જાણ કરી હતી. આખરે ધાનેરા પોલીસે થેલાની તપાસ કરતા થેલામાંથી કુલ 44 બોટલો રમ દારૂ ની મળી આવી હતી. ધાનેરા પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફ્રિયાદ દાખલ કરી 15,356 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.31 ડિસે.ની ઉજવણીને લઈ બૂટલેગરો સરકારી બસનો ઉપયોગ કરવાનું પણ ટાળતા નથી.


  • Follow us on: