• તાબડતોબ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો

  • પોલીસે પાંચ પુરુષ અને પાંચ મહિલાઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
  • પાંચ પુરુષ અને પાંચ મહિલાઓ વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

બહુચરાજી તાલુકાના ધનપુરા ગામે 28મી જાન્યુઆરીના રોજ સોલંકી રાહુલકુમાર બળદેવભાઈના લગ્ન પ્રસંગે ગામમાં વરઘોડો કાઢવા બાબતે વરરાજાના પરિવાર સાથે ગામના કેટલાક શખ્સોએ કરેલ સંઘર્ષની જાણ પોલીસને થતાં તાબડતોબ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.વરઘોડા બાબતે થયેલ સંઘર્ષની સત્યતા તપાસી વરરાજા સહિત પરિવારના સભ્યોને કાયદાનું રક્ષણ પુરૂ પાડતાં શાંતિપૂર્ણ માહોલમાં વરઘોડો નીકળ્યો હતો. અને જાનનું પ્રસ્થાન થયું હતું. લગ્નવિધિ પુરી થતાં વરરાજાના ભાઈ મનુભાઈ બળદેવભાઈ સોલંકીએ સોમવારે બહુચરાજી પોલીસ સ્ટેશને પહોચી ગામના ઝાલા કનકસિંહ વિજુભા સહિત 10 શખ્સ વિરુદ્ધ 2 8મી જાન્યુઆરીના રોજ સવારે 9 વાગે સોલંકી કીર્તિભાઈ વરધોડા માટેની તૈયારી કરી રહયાં હતાં. તે સમયે ઝાલા કનકસિંહ વિજુભાઈ ગેરકાયદેસર મંડળી રચી પ્રાણઘાતક હથિયારો સાથે આવી સોલંકી કીર્તિભાઈને ગાળો બોલી,જાતિ વિષયક શબ્દ ઉચ્ચારી, અપમાનીત કરી, ઈજાઓ પહોચાડવા અંગે તેમજ જિલ્લા મેજી.ના જાહેરનામાનો ભંગ કરવા બાબતે ફરિયાદ કરતાં બહુચરાજી પોલીસે ઝાલા કનકસિંહ વિજુભા, ઝાલા હરપાલસિંહ અભેસંગ, ઠાકોર મોહિતજી મણાજી,ઠાકોર વિશાલ પ્રતાપજી, ઝાલા સમીર જશવંતસિંહ, ઝાલા ગીતાબેન અભેસંગ, ઝાલા ભગીબેન રામસંગ, ઝાલા પુરીબેન અખેરાજ, ઝાલા પકીબા પ્રહલાદસંગ મળી પાંચ પુરુષ અને પાંચ મહિલાઓ વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


  • Follow us on: