• ગુજરાતી પરિવારોમાં પેકેજ્ડ ટૂર ઉપરાંત પ્રાઇવેટ જર્ની ડિમાન્ડમાં પણ નોંધપાત્ર વધારો

  • ગત વર્ષની તુલનાએ આ વર્ષે સિઝન 20-25% સારી રહેવાની ટૂર ઓપરેટર્સને અપેક્ષા
  • ગુજરાતીઓમાં લક્ઝુરિયસ ટ્રાવેલ એક્સપિરિયન્સ માટેની ડિમાન્ડ પણ વધી

ગુજરાતીઓના ફરવાના શોખની વાત જગજાહેર છે. લોન્ગ વિક એન્ડ હોય કે પછી વેકેશન, ગુજરાતીઓ પરિવાર અને મિત્રો સાથે ફરવા જવાનું ચુકતા નથી. હવે જ્યારે દિવાળીનું વેકેશન આવી રહ્યું છે ત્યારે ગુજરાતી પરિવારોમાં ફરવા જવાના પ્લાનિંગ બની રહ્યા છે અને સાથે જ ટુર ઓપરેટરો પાસે બુકિંગ પણ થવા લાગ્યા છે. ટુર ઓપરેટર્સના જણાવ્યા પ્રમાણે આવનારા દિવાળી વેકેશન માટે દેશ અને દુનિયાના અલગ અલગ ટુરિસ્ટ સ્પોટ માટે ગુજરાતમાંથી ઇન્કવાયરી અને બુકિંગ જોરમાં છે અને તેમાં 100% જેવો ઉછાળો પણ જોવા મળ્યો છે.

થોમસ કૂક (ઈન્ડિયા) લિમિટેડમાં હોલિડેઝ, MICE, વિઝાના પ્રેસિડેન્ટ અને કન્ટ્રી હેડ રાજીવ કાલેએ કહ્યું કે, અમે ગુજરાતના પરિવારોમાં મલ્ટિજનેરેશનલ પરિવારો, યુવા વ્યાવસાયિકો અને કપલ્સ તરફ્થી દિવાળી દરમિયાન સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્થળોએ ફરવા જવા માટે 100%થી વધુ માંગ જોઈ રહ્યા છીએ. આ સાથે જ ગુજરાતીઓમાં લક્ઝુરિયસ ટ્રાવેલ એક્સપિરિયન્સ માટેની ડિમાન્ડ પણ વધી રહી છે. એડવેન્ચર ટુર, ક્રુઝ ટુરના બુકિંગ પણ સારા છે. આગામી દિવાળી સીઝન માટે, ગુજરાતીઓ સિંગાપોર, થાઈલેન્ડ, મલેશિયા, ઈન્ડોનેશિયા, દુબઈ-અબુ ધાબી, વિયેતનામ, કંબોડિયા અને હોંગકોંગ જેવા સ્થળોમાં રસ દર્શાવી રહ્યા છે.

પ્રાઇવેટ ટૂર માટેના બુકિંગ વધ્યા

SOTC ટ્રાવેલ્સના પ્રેસિડેન્ટ અને કન્ટ્રી હેડ ડેનિયલ ડિસોઝાએ જણાવ્યું કે, દિવાળી વેકેશનમાં લોકો પરિવાર સાથે ફરવા જવાનું પસંદ કરે છે. આ વર્ષે ગુજરાત અને મહારાષ્ટ્રમાં રહેતા ગુજરાતીઓ તરફ્થી ટૂંકા અને લાંબા અંતરની ટ્રીપ માટેના સારા એવા બુકિંગ આવી રહ્યા છે. પેકેજ્ડ ટુર ઉપરાંત પ્રાઇવેટ જર્ની ડિમાન્ડમાં પણ અમે નોંધપાત્ર વધારો જોયો છે. આ સાથે જ નોંધનીય બાબત એ છે કે બાઇકિંગ ટ્રિપ્સ, ડોમેસ્ટિક ક્રુઝ અને સફરી સાથે આઉટડોર અને એડવેન્ચર ટ્રાવેલ માટે પણ યંગ ગુજરાતીઓ રસ બતાવી રહ્યા છે. સ્થાનિક મનપસંદ સ્થળોમાં કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, લદ્દાખ, ઉત્તર પૂર્વ, રાજસ્થાન, ગોવા, કેરળનો સમાવેશ થાય છે.

વર્ષનો 40% બિઝનેસ દિવાળીમાં થાય છે

ટુર ઓપરેટર્સ એન્ડ ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન ઓફ્ ગુજરાતના પ્રમુખ અનુજ પાઠકે જણાવ્યું કે, સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ બૂકિંગ શરૂ થઈ ગયા છે અને અત્યાર સુધીમાં 60-70% સુધીનું બૂકિંગ થઈ ચૂક્યા છે. લોકો હોટેલ્સ, એર ટિકિટ વહેલી બૂક કરાવે છે જેથી સસ્તું પડે. આખા વર્ષનો 40% બિઝનેસ દિવાળીની સિઝનમાં થાય છે. અમને લાગી રહ્યું છે કે ગત વર્ષની તુલનાએ આ વર્ષે સિઝન 20-25% સારી રહેશે. ગુજરાતીઓ વેજીટેરિયન ફૂડ વધારે પસંદ કરે છે એટલે પેકેજ ટુરમાં સારા બૂકિંગ છે. પેકેજ્ડ ટુરમાં 7થી 12 દિવકસ માટેના જ્યારે પ્રાઇવેટ ટુરમાં 3થી 7 દિવસ માટેના બૂકિંગ થઈ રહ્યા છે.

દેશ અને વિદેશમાં ગુજરાતીઓના પસંદગીના સ્થળો

વિદેશ : વિયેતનામ, કંબોડિયા,

થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, મોરેશિયસ

માલદીવ, તુર્કી, જાપાન, દક્ષિણ કોરિયા, ન્યુઝીલેન્ડ

દેશ : કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, લેહ લદ્દાખ

આસામ, સિક્કિમ, રાજસ્થાન, ગોવા, કેરળ, આંદામાન


  • Follow us on: