• કેન્દ્રીયગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં અત્યારે સૌથી વધુ લીડ પર 
  • પહેલા 2 રાઉન્ડમાં અમિત શાહ સૌથી આગળ
  • લોકસભા ચૂંટણી 2024ને લઈને મતગણતરી કરવામાં આવી રહી છે

લોકસભા ચૂંટણી 2024ને લઈને મતગણતરી કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગરથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે હાલ 9 વાગ્યા સુધીમાં 2 રાઉન્ડની મતગણતરી થઈ ગઈ છે. આ બેઠક પર 2 રાઉન્ડના અંતમાં અમિત શાહ 3 લાખથી વધુની લીડ મેળવી ચૂકયા છે.

2019માં પણ અમિત શાહની જીત

2019 લોકસભા ચૂંટણીમાં પણ આ બેઠક પરથી કોંગ્રેસના સીજે ચાવડા સામે અમિત શાહે ચૂંટણી લડી હતી, જેમાં તેમને 43.38% એટલે કે 5,57,014 ની લીડથી જીત મેળવી હતી. હાલ આ ચૂંટણીમાં તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર સોનલ રમણભાઈ પટેલ ચૂંટણી લડી રહ્યા છે. મતગણતરીના શરૂઆતના વલણોમાં જ અમિત શાહ આગળ જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ બેઠક પરથી 2014માં લાલકૃષ્ણ અડવાણી પણ ચૂંટણી લડી ચૂક્યા છે. જેમને 4,83,121 મતોની લીડ સાથે ભવ્ય જીત મળી હતી.

ગાંધીનગર બેઠક મહત્વની બેઠક 

ગાંધીનગર લોકસભા બેઠક પર કુલ 21.82 લાખ મતદારો છે. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં સામેલ સાત વિધાનસભા મતવિસ્તારો પૈકી કલોલમાં 65.09 ટકા, સાણંદમાં 64.76 ટકા, ઘાટલોડિયામાં 61.68 ટકા, વેજલપુરમાં 56.89 ટકા, નારણપુરામાં 55.75 ટકા, ગાંધીનગરમાં 56.75 ટકા અને સાબરમતીમાં 56.75 ટકા મતદાન થયું હતું. ગત 2019ની લોકસભા ચૂંટણીની સરખામણીમાં આ વખતે ગાંધીનગરમાં મતદાનની ટકાવારી 5.8 ટકા ઘટાડો નોંધાયો છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની સરખામણીમાં સોનલ પટેલને પ્રમાણમાં નબળા ઉમેદવાર માનવામાં આવે છે.

  • Follow us on: