- બીજા તબક્કામાં રેસિડેન્શિયલ અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફેકસ
- હાલ ગિફ્ટ સિટીમાં સપ્લાયના પ્રમાણમાં ડિમાન્ડ ઘણી ઊંચી હોવાનો ઓથોરિટીનો મત
- ભારતના પહેલા ફઈનાન્શિયલ ટેક સિટી ગિફ્ટ સિટીનું આકર્ષણ સતત વધી રહ્યું
ભારતના પહેલા ફઈનાન્શિયલ ટેક સિટી ગિફ્ટ સિટીનું આકર્ષણ સતત વધી રહ્યું છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં પણ ગિફ્ટ સિટી માટે દેશ વિદેશની કંપનીઓમાં આકર્ષણ જોવા મળ્યું હતું. સમિટમાં ગિફ્ટ સિટીના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન હસમુખ અઢિયાએ જણાવ્યું હતું કે, બીજા તબક્કાના ડેવલપમેન્ટમાં 8 લાખથી વધુ લોકો રહી શકે એટલા ઘર બનશે. આ માટે 2000 એકરનો એરિયા પણ નોટિફઇડ કરવામાં આવ્યો છે. હાલ ગિફ્ટ સિટીમાં 2 લાખ લોકો કામ કરે છે. વધુને વધુ કંપનીઓ અહી આવી રહી છે એટલે લોકોની સંખ્યામાં પણ વધારો થશે.
હસમુખ અઢિયાએ જણાવ્યું કે, ગિફ્ટ સિટીમાં અત્યારે ડિમાન્ડના પ્રમાણમાં સપ્લાય ઘણી ઓછી છે. અનેક કંપનીઓ અમારી પાસે આવી રહી છે પણ ગિફ્ટ સિટી પાસે પૂરતો સ્ટોક નથી. ફેઝ-2 માટે અહી રેસીડેન્શિયલની સાથે સાથે કોમર્શિયલ સ્પેસ પણ વધારવાનું અમારું વિઝન છે. અહી રહેનારા લોકોની સંખ્યા વધશે એટલે તેમને અનુરૂપ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે હોટેલ્સ, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ્સ, બગીચા, સ્કુલ્સ વગેરે પણ ડેવલપ કરવા પર ફેકસ છે.










