• જર ,જમીન અને જોરૂ એ ત્રણેય કજિયાના છોરું
  • લોકો આ બાબતને લઈને એકબીજાના દુશ્મન બની જાય છે
  • આવો જ એક બનાવ ઉના તાલુકાના વાંસોજ ગામે બન્યો

ગીરસોમનાથના ઉના ગામે દારૂ પીવાની લત હોવાને લીધે પોતાના પુત્રવધુના અનૈતિક સંબંધને લઈને પુત્રવધુને અવાર નવાર રંજાડતા ઘરના વડીલ મસરીભાઈ કાનાભાઈ શિયાળને આખરે રાત્રે સુતેલી હાલતમાં જ કુંટુંબના લોકોએ ભેગા મળીને મોતને ઘાટ ઉતારી દીધા જે બનાવમાં પોલીસે તપાસના અંતે ઘરના સભ્યો જેમાં પુત્રવધુ સહિત અન્ય પાંચ આરોપી નિકળતા પોલીસે તમામની ધરપકડ કરી આગળની તપાસ હાથધરી છે.

માથાના ભાગે હથિયાર મારી હત્યા કરી

[[$googlead]]

જિલ્લા પોલીસે આપેલી માહિતી મુજબ ગઇ તા.૦૧/૦૮/૨૦૨૪ ના રોજ સવારના સાતેક વાગ્યે નવાબંદર પોલીસને વાસોજ ગામમાં ખોડીયાર મંદિર વાળી શેરીમાં એક રહેણાંક મકાનમાં ફળીયામાં લોહી લુહાણ હાલતમાં ખાટલામાં એક માણસ સુતેલી અવસ્થામાં પડેલ છે. જેથી તુરંત જ પોલીસ ત્યા પહોંચી અને તપાસ કરતાં જણાયેલ કે ખાટલામાં મસરીભાઈ ઉર્ફેઘેલાભાઈ કાનભાઈ શિયાળ ઉ.વ.૬૦ નુ કોઈ અજાણ્યા શખ્સોએ રાત્રીના સમયે માથાના તથા કપાળના ભાગે ઘાતક હથીયારથી ગંભીર જીવલેણ ઇજાઓ કરી હત્યા કરી હતી.

[[$alsoread]]


પરિવારના સભ્યોએ કરી હત્યા

જેથી મૃતકના પુત્ર રણછોડભાઈ મસરીભાઈ ઉર્ફે ઘેલાભાઈ શિયાળની ફરીયાદ આધારે નવાબંદર મરીન પોલીસે ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો. જેમાં પોલીસે અલગ - અલગ ટીમો દ્વારા આ બનાવની તપાસ શરૂ કરવામાં આવેલ હતી.બનાવવાળી જગ્યાની F.S.L.ટીમ તથા ડોગ સ્કવોર્ડ દ્વારા ચકાસણી કરાવી. સી. સી.ટી.વી.ફુટેજ. ટેકનીકલ રીસોર્સ તેમજ હયુમન સોર્સથી માહિતી એકત્ર કરી અલગ અલગ દિશાઓમાં તપાસ કરી મૃતક સાથે સંપર્ક ધરાવતા તેમજ અન્ય શકમંદને રાઉન્ડઅપ કરી તેઓની ઉંડાણપૂર્વક યુકિત પ્રયુકિતથી પૂછપરછ કરતા ઘરના જ ઘાતકી નિવડ્યા હોય તેમ પુત્રવધુ મંજુબેન રામભાઈ મસરીભાઈ શીયાળ ઉ. વ.૪૬,જમનાબેન ભરતભાઈ ભીમાભાઇ શીયાળ ઉં. વ.૩૦.ગીતાબેન વિજયભાઈ બાબુભાઈ વાજા ઉ.વ.૩૫,પૌત્ર જયદીપ રામભાઈ શિયાળ ઉ.વ.૨૧ ધંધો મચ્છીમારી, ફરિયાદી પુત્ર રણછોડ મસરીભાઈ ઉર્ફે ઘેલાભાઈ શિયાળ ઉ.વ.૪૦ તમામ ને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથધરી.

પરિવારમાં થતો હતો ઝઘડો

મંજુબેનને મસરીભાઈ ઉર્ફે ઘેલાભાઈ સસરા થતા હોય તથા જમનાબેનના કાકાજી સસરા થતા હોય બન્નેના પતિનું અવસાન થયેલ હોય તેમજ ગીતાબેન મૃતક સાથે પરીચયમાં હોય ત્રણેય બહેનોનું આ મસરિભાઈ શારીરિક શોષણ કરી અવાર - નવાર ત્રાસ આપવામાં આવતો હતો. જયદીપ મૃતકનો પૌત્ર તેમજ આરોપી જે ખુદ ફરિયાદી પણ હતો તે રણછોડ પુત્ર થતો હોય મૃતક દ્વારા તેની માતાને આપવામાં આવતા શારીરિક ત્રાસથી કંટાળીને તેમજ મૃતક દ્વારા રણછોડની પત્નીને પણ શાબ્દીક હરકતો કરી ત્રાસ આપવામાં આવતો હોય જેના લીધે અવાર નવાર ઝઘડો થતો હતો.

 

  • Follow us on: