- ગુજરાત માટે રેલવેમાં રૂ.8587 કરોડની ફાળવણી
- બુલેટમાં અત્યાર સુધીમાં 280 કિમીનું કામ પૂર્ણ થયું
- રાજ્યમાં 87 રેલવે સ્ટેશનનું કામ ચાલી રહ્યું છે
આજે બજેટમાં રેલવેના અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રેલવે માટે બજેટમાં 2 લાખ 52 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં મોદી સરકારે રૂ.8587 કરોડની ફાળવણી કરી છે. જેની સાથે જ પહેલા ગુજરાત સાથે UPA સરકાર દરમિયાન સાવકા દીકરા જેવું વર્તન થઈ રહ્યું હતું પરંતુ હવે ગુજરાતનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
દર વર્ષે 710 કિમીનું કામ થાય છે
આ વચ્ચે અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, જો ગુજરાતની વાત કરવામાં આવે તો અગાઉ 136 કિમીનું કામ થઈ રહ્યું હતું જે હવે આજે 710 કિમીનું કામ થઈ રહ્યું છે. આ સાથે જ રાજ્યમાં 87 રેલવે સ્ટેશનનું કામ ચાલી રહ્યું છે અથવા તો કામ કરવામાં આવી રહ્યું છે. તેમજ રેલવેના વિવિધ 856 ફ્લાય ઓર અને અંડર પાસનું કામ ચાલી રહ્યું છે.
તેમજ રેલવે મંત્રીએ કહ્યું કે, દેશના સૌથી પહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર પણ ફોક્સ કરવામાં આવી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 280 કિમીનું કામ પૂર્ણ થયું છે અને તેના પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. જેને ઓગસ્ટ 2026 સુધીમાં પૂર્ણ કરવાની દિશામાં પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. તમામ પ્રકારની અત્યાધુનિક ટેક્નીકનો બુલેટ ટ્રેન માટે ઉપયોગ થઈ રહ્યો છે.
આ સાથે જ બુલેટ ટ્રેન ભૂમિ અધિગ્રહણના કામ પર ફોક્સ કરવામાં આવી રહ્યું છે. જેના માટે ગુજરાતમાં કામ સૌથી પહેલા પૂર્ણ થઈ ગયું હતું. જ્યારે મહારાષ્ટ્રમાં પણ શિંદે સરકાર આવ્યા બાદ જમીન અધિગ્રહણનું કામ પૂર્ણ થયું છે અને તેના પર નિર્માણનું કામ ચાલી રહ્યું છે.
ત્રણ નવા રેલવે કોરિડોર બનશે
નોંધનીય છેકે, છેલ્લા 4 વર્ષમાં આર્થિક વૃદ્ધિ ઝડપી બની છે. જેના સાથે જ દેશમાં ત્રણ રેલવે કોરિડોર શરૂ કરવામાં આવશે. પેસેન્જર ટ્રેનોના સંચાલનમાં સુધારો કરવામાં આવશે. પીએમ ગતિ શક્તિ યોજના હેઠળ કામ ઝડપી કરવામાં આવશે. માલવાહક પ્રોજેક્ટ પણ વિકસાવવામાં આવશે. 40 હજાર સામાન્ય રેલ કોચને વંદે ભારતમાં રૂપાંતરિત કરવામાં આવશે. એરપોર્ટની સંખ્યામાં વધારો થયો છે. એવિએશન કંપનીઓ એક હજાર એરક્રાફ્ટનો ઓર્ડર આપીને આગળ વધી રહી છે. રેલવે-દરિયાઈ માર્ગને જોડવા પર પણ ભાર મૂકવામાં આવશે. ટાયર 2 અને ટાયર 3 શહેરોને હવાઈ માર્ગે જોડવામાં આવશે.









