સાબરકાંઠાના હિંમતનગરમાં બાળ તસ્કરીમાં ખુલાસો થયો છે જેમાં બાપને દેવું થતા દીકરીનો સોદો કરી નાંખ્યો હોવાની વાત સામે આવી છે.4 લાખમાં બાળકી રાજસ્થાનમાં વેચી હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે,પોલીસે બાળકીના પિતા સહિત 6 આરોપી સામે ફરિયાદ નોંધી છે,તો વ્યાજ બદલ બાળકી લઇ ગયા હોવાની વાત ખોટી સામે આવી છે.
દેવું થઈ જતા પિતાએ કરી કરામત
સાબરકાંઠામાં એક અજીબો ગરીબો કિસ્સો સામે આવ્યો છે જેમાં બાળકીના પિતાને દેવું થઈ જતા બાળકીને રાજસ્થાન વેચી નાખી હતી અને તેના પિતાએ પોલીસની સામે સ્ટંટ ઉભો કર્યો કે તેને વ્યાજખોરો ઉઠાવી ગયા પરંતુ પોલીસે તપાસ કરતા મામલો સામે આવ્યો કે તેના પિતાને દેવું થતા બાળકીને ચાર લાખ રૂપિયામાં વેચી નાખી છે,આ બાળકીને વેચવામાં પિતાના પિતરાભાઈએ પણ સાથ આપ્યો હોવાથી તેની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.
રાજસ્થાનના અલવરના વ્યક્તિને બાળકી વેચી હતી
આ સમગ્ર ઘટનામાં બાળકીને રાજસ્થાનમાં અલવરમાં વેચવામાં આવી હતી,18 વર્ષ બાદ ઉમેદ નટ સાથે પરણાવવાનો કરાર પણ બાળકીના પિતાએ કર્યો હતો તો લગ્ન કરવાના ઇરાદે ઉમેદ નટે બાળકી ખરીદી હતી અને બાળકીને અલવરથી હિંમતનગર લાવવામાં આવી છે,આ ઘટનામાં કુલ 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.કુલ બે આરોપીઓ આમાં ફરાર છે
બાળકીના પિતા તેમજ સબંધી પણ આરોપી
આ સમગ્ર ઘટનામાં પોલીસે દત્તક લેનારને પણ આરોપી તરીકે બતાવ્યા છે.બાળકીને હાલમાં સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવી છે અને હિંમતનગરથી એક ટીમ તપાસ માટે રાજસ્થાન પણ ગઈ હતી અને હવે બે આરોપીઓ ઝડપાય ત્યારે વધુ ખુલાસા થઈ શકે છે.પોલીસે એ દિશામાં પણ તપાસ કરી છે કે બાળકીના પિતાએ બાળકીને અન્ય રાજયમાં તો બીજાને કરાર કરીને નથી વેચીને.ત્યારે આ સમગ્ર કેસમાં પોલીસ હજી પણ વધુ ખુલાસા કરી શકે તો નવાઈ જ નહી.









