•  ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતના દાવા પોકળા

  • વિધાર્થીઓએ જંબુસર ડેપો મેનેજરને વારંવાર રજુઆત કરી
  • એસ.ટી.બસની સુવિધાન મળતા વાલીઓમાં રોષ

ગુજરાત સરકારના ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતના સ્લોગન વચ્ચે જંબુસરથી પાંચ કિલોમીટર દુર તાલુકાના ડાભા ગામના 95 જેટલા વિધાર્થીઓ ધોરણ 9 થી 12 મા અભ્યાસ અર્થે મૌલાના મદની હાઈસ્કૂલ આવે છે. તદઉપરાંત પ્રાથમિક વિભાગમાં 15 જેટલા વિધાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. અભ્યાસ અર્થે આવતા વિધાર્થીઓ માટે એસ.ટી.બસની કોઈ સવલતના હોય તે,માટે વિધાર્થીઓ એ જંબુસર ડેપો મેનેજર ને વારંવાર રજુઆત કરી હતી.

વિધાર્થીઓએ જંબુસર ડેપો મેનેજરને વારંવાર રજુઆત કરી

 સ્કુલના પ્રિન્સીપાલ બશીરભાઈ પટેલે પણ વિધાર્થીઓને પડતી અગવડ બાબતે એસ.ટી. વિભાગના ડીવીઝનલ કંટ્રોલર તથા જંબુસરના ડેપો મેનેજરને રજુઆત કરી હતી.તેમ છતાંય કોઈ નિરાકરણ નહી આવતા આજરોજ ડાભા ગામના વિધાર્થીઓ પગપાળા પાંચ કિલોમીટર જંબુસર અભ્યાસ અર્થે આવવા મજબુર થયા છે.


  • Follow us on: