• વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા તિરંગા રેલી યોજાઇ

  • આચાર્ય, શિક્ષકો અને 270 વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા
  • દેશપ્રેમી દાનવીરો તરફથી 50 રાષ્ટ્રધ્વજનું દાન આપવામાં આવ્યું

હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત પાવીજેતપુર તાલુકા શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા આજરોજ તારીખ 8 મી ઓગસ્ટ 2022ને સોમવારના રોજ તિરંગા રેલી યોજવામાં આવી હતી. આઝાદીના 75 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રધ્વજને હાથમાં લઇ 75 અંકનુ નિર્માણ કરી "આઝાદી કા અમૃત મહોત્સવ"ની ઉજવણી કરવામાં આવી હતી.

આચાર્ય,શિક્ષકો અને 270 વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા


આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત પાવીજેતપુર તાલુકા પ્રાથમિક શાળાના 270 જેટલા વિદ્યાર્થીઓ તથા શાળાના આચાર્ય સહિત તમામ શિક્ષકો તિરંગા રેલીમાં જોડાયા હતા.આ તિરંગા રેલીના આગોતરા આયોજન સ્વરૂપે પાવીજેતપુર નગરના દેશપ્રેમી દાનવીરો તરફથી શાળાના વિદ્યાર્થીઓને આ રેલીમાં ઉપયોગી થાય તેવા 50 રાષ્ટ્રધ્વજનુ દાન આપવામાં આવ્યું.

વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા તિરંગા રેલી યોજાઇ

પાવીજેતપુર તાલુકા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આપણા અખંડ ભારતના રાષ્ટ્રધ્વજને હાથમાં લઇ, ઢોલ, ડ્રમ, બ્યુગલ, ખંજરી અને મંજીરા સાથે "ભારત માતાકી જય", "વંદે માતરમ"ના નારાઓ લગાવતા તીનબત્તી વિસ્તાર થઈ મોટી બજારથી ગાંધીજીના સ્ટેચ્યુ પાસે ગાંધીજીને વંદન કરી, પરત દાંડીયા બજાર તેમજ બસ સ્ટેન્ડ વિસ્તાર થઈ શાળામાં પરત થયા હતા.

આપણા ભારત દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રધ્વજને હાથમાં લઇ 75 અંકનુ નિર્માણ કરી "આઝાદી કા અમૃત મહોત્સવ" ની ઉજવણી કરવામાં આવી હતી. બાળકોએ સ્વયં ઉભા થઈ 75 અંકનું નિર્માણ કર્યું હતું. જે ખરેખર નયન રમ્ય લાગતું હતું અને આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.


  • Follow us on: