• 'બે દીકરી બાદ હવે દીકરો ન જન્મ્યો તો કાઢી મૂકીશ'

  • પત્નીને નશાની ગોળી ખવડાવી પતિ તેના મિત્રો સાથે વાત કરવા દબાણ કરતો
  • ગાડી લેવા પિયરમાંથી પૈસા મગાવવાનું પત્નીને દબાણ કરી ત્રાસ ગુજારતો

અમદાવાદમાં ફરી એક વખત ત્રિપલ તલાકની ઘટના પ્રકાશમાં આવી છે. વેજલપુરમાં પતિએ પત્નીને ફોન કરી ત્રણ વખત તલાક કહીને સંપર્ક કાપી નાખ્યો હતો. પત્નીનો આક્ષેપ છે કે, પતિને અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ છે. લગ્ન વખતે સાસરિયાને 50 લાખ રોકડા આપ્યા તેમ છતાં ગાડી લેવા પૈસા મંગાવવાનું દબાણ કરે છે. લગ્નજીવનમાં બે દીકરી છે ત્યારે ત્રીજો પુત્ર જ અવતરવો જોઈએ નહીં તો ઘરમાંથી કાઢી મૂકીશ તેવી સાસરીવાળાએ ધમકી આપી હતી. આ અંગે પરિણીતાએ પતિ અને સાસરિયા સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જુહાપુરા વિસ્તારમાં મુસ્કાન શેખ (પાત્રોનાં નામ બદલ્યાં છે)નાં લગ્ન 16 ઓગસ્ટ 2007માં મોહમદ શેખ સાથે થયા હતા. ત્યારબાદ સાસરીયા સાથે મુંબઇ રહેવા ગઇ હતી. જ્યારે લગ્નના છ મહિના બાદ સાસુ નાઝીરબાનુ પરિણીતાને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. લગ્નજીવન દરમિયાન તેમને બે દીકરીને જન્મ આપ્યો હતો. આથી સાસુ અને દિયરે પરિણીતાને કહ્યું હતું કે, ત્રીજી દીકરીનો જન્મ થશે તો તને ઘરમાંથી કાઢી મૂકીશુ તેમ કહી ધમકી આપી હતી. આ ઉપરાંત મકાન લેવા 50 લાખ રોકડા અને 30 લાખ ફર્નિચર પેટે મંગાવ્યા હતા. આટલું કર્યા બાદ પણ પતિને અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ થયો હતો, જેની જાણ પરિણીતાને થતા સંબંધ કાપી નાખવાનું જણાવ્યું હતું. આ દરમિયાન પતિ તેને નશાની ગોળીઓ ખવડાવતો અને તેના મિત્રો સાથે વાતો કરવા દબાણ કરતો. જો વાતો ન કરે તો માર મારતો હતો. છેલ્લે તો ગાડી લાવવા માટે પિયરમાંથી પૈસા મગાવવા લાગ્યો જે પરિણીતાએ ના પાડતા પતિએ ફોન પર ત્રણવાર તલ્લાક તલ્લાક કહીને પત્ની સાથે સંપર્ક તોડી નાખ્યો હતો.


  • Follow us on: