- ફરિયાદીએ રી-કન્સ્ટ્રકશન દરમિયાન કરી ફરિયાદ
- ફરિયાદીના હાથમાં રહેલા ટેટુને લઈને કરાઈ હતી અભદ્ર ટિપ્પણી
- ફરિયાદી સંજય સોલંકીએ હાથમાં દોરવ્યું છે ટેટુ
ગત તારીખ 30 મેની રાત્રે ગોંડલના ધારાસભ્ય ગીતાબા તથા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા ઉર્ફે ગોંડલ ગણેશ અને તેમના માણસો દ્વારા જૂનાગઢ જિલ્લાના અનુસુચિત સમાજના પ્રમુખના પુત્ર અને શહેર NSUI પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કર્યું હોવાની ઘટના બની હતી.જેને લઈ આજે પોલીસ દ્રારા આરોપીઓનું રી-કન્ટ્રકશન કરાયું હતુ,જેમાં આરોપીએ પોલીસને ઘણી ફરિયાદો કરી હતી.
ગણેશ જાડેજાએ ટેટને લઈ કરી હતી ટિપ્પણી
ગોંડલ ગણેશની મુશ્કેલીમાં ધીરે-ધીરે વધારો થતો જોવા મળ્યો છે,સવારે અનુસુચિત સમાજના લોકોએ રેલી યોજી હતી જેને લઈ ન્યાય માટે ઝંખી રહ્યાં છે.આજે પોલીસે આરોપીઓનું ઘટના સ્થળે રી-કન્ટ્રકશન કરાવ્યું હતું જેમાં માહિતી સામે આવી છે કે,ફરિયાદીએ પોલીસને ફરિયાદ કરી છે કે,તેના હાથમાં ટેટુ દોરાવ્યું છે તે ટેટુને લઈ ટિપ્પણી કરી હતી.
આજે અનુસુચિત જાતીના સમાજના લોકોએ યોજી રેલી
જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, જામનગર, ધોરાજી, ઉપલેટા તેમજ સૌરાષ્ટ્રભરના અનુ.જાતિ સમાજ દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત અનુસુચિત સમાજ ગુજરાત દ્વારા આજે જૂનાગઢથી ગોંડલ સુધીનું રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે બીજી બાજું ગોંડલ ગણેશ ગોંડલના સમર્થનમાં સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ સાથે ગોંડલનાં 84 ગામો સ્વયંભૂ સજ્જડ બંધ રહ્યાં છે.
અનુસુચિત જાતીના સમાજના લોકોનું સંમેલન યોજાયુ
જૂનાગઢથી નિકળેલી અનુસુચિત સમાજની રેલી ગોંડલ ખાતે પૂર્ણ થઈ છે. ત્યારબાદ હવે દલિત સમાજ દ્વારા ડો.આંબેડકર ચોક ખાતે મહાસંમેલનની શરૂઆત થઈ છે. આ મહાસંમેલનમાં અનુસુચિત સમાજના યુવાનો, મહિલાઓ, અને વડીલો મોટી સંખ્યામાં ઊમટ્યા છે.
રેલીમાં અનુસુચિત જાતીના અગ્રણીઓ જોડાયા
જૂનાગઢથી નીકળેલી અનુ.જાતિ સમાજની બાઈક રેલી જેતપુર, ધોરાજી થઈ ગોંડલ ખાતે પહોંચી છે. ગોંડલ શહેરના ડુંગર હિર દ્વાર પાસે રાજુ સોલંકીને હાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. રાજકોટ કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાંગઠીયા ગોંડલ શહેરમાં રેલીમાં જોડાયા હતા. રેલી સવારે 10 કલાકે જૂનાગઢથી નીકળી નવાગઢ ડો.આંબેડકર ચોક પહોંચી હતી. ત્યાંથી ભેંસાણ, જેતપુર, ધોરાજી, ઉપલેટાના કાર્યકર્તાઓ રેલીમાં જોડાયા હતા. વિરપુર હાઇવેથી વિરપુર તથા આસપાસના ગામોના કાર્યકર્તાઓ જોડાયા હતા.









