• બે સેલ્સ મેનેજર સહિત ચાર શખ્સોની ધરપકડ
  • મેનેજર ધવલ નંદાણીયા, રાજુલ વ્યાસની ધરપકડ
  • એક ખાનગી ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓ હોવાનું ખુલ્યું

જુનાગઢમાં ખાનગી ફાઇનાન્સ કંપનીમાં દારૂની મહેફિલ માણતાં ચાર શખ્સોની ધરપકડ કરાઈ છે. જુનાગઢમાં એક ફાઇનાન્સ કંપનીના અધિકારીઓ દારૂ પીતા ઝડપાયા છે. ફાયનાન્સ કંપનીના બે સેલ્સ મેનેજર સહિત ચાર શખ્સોની ધરપકડ કરાઈ છે. ફાયનાન્સ કંપનીના મેનેજર ધવલ નંદાણીયા અને રાજુલ વ્યાસની ધરપકડ કરાઈ છે. જુનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલ છે ફાઇનાન્સ કંપનીની ઓફિસ છે.

પોલીસે બે સેલ્સ મેનેજર સહીત 4 શખ્સોની ધરપકડ કરી

[[$googlead]]

મળતી માહિતી મુજબ, જુનાગઢની એક ખાનગી ફાઇનાન્સની ઓફિસમાં દારૂની મહેફિલ ઝડપાઈ માણતાં બે લોકો ઝડપાઈ ગયાં છે. ઝાંઝરડા રોડ પર આવેલ એક ખાનગી ફાઇનાન્સ ઓફિસમાં કામ કરતાં બે સેલ્સ મેનેજર સહિત ચાર શખ્સો ઝડપાયા ગયાં છે. જેમાં મેનેજર ધવલ નંદાણીયા, રાજુલ વ્યાસ અને અન્ય બે કર્મચારીઓ દારૂની મહેફીલ માણતાં હતાં.જુનાગઢ બી-ડિવિઝન પોલીસે ચાર લોકોને ઝડપીને કાર્યવાહી કરી છે. પોલીસે દારુની મહેફિલ માણતાં બે મેનેજર સહિત 4 શખ્સોની પોલીસે ધરપકડ કરી લીધી છે.

[[$alsoread]]

અમદાવાદમાં પણ અગાઉ ઓફિસમાં દારુની મહેફિલ ઝડપાઈ હતી

ગુજરાતમાં દારૂબંધી છે છતાંપણ આપણે અવારનવાર દારૂની મહેફિલ માણતા લોકોનાં ઝડપાવવાનાં સમાચાર સાંભળીએ છીએ. ત્યારે પ્રશ્ન થાય કે સાચે જ ગાંધીનાં ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે? અમદાવાદમાં સરદારનગરમાં એક ઓફિસમાં બેસીને દારૂની મહેફિલ માણતા 6 લોકને ઝડપી પાડ્યાં છે. જેમાં ઝડપાયેલ એક વ્યક્તિ દિપુ પહેલા પણ ખંડણી માંગવાનાં ગુનામાં ઝડપાયો છે. તેમની પાસેથી 3 નંગ દારૂનાં ક્વાર્ટર બે કાંચની બિયરની બોટલ તથા બે ટીન ઝડપાયા છે. આ ઉપરાંત એક કાર અને બે ટુ વ્હિલર સાથે મળીને 15 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો છે.

  • Follow us on: