- ઝાંઝરડા રેલવે અંડરપાસમાં પાણી ભરાયા
- પોલીસ દ્વારા બેરિકેડિંગ કરી અંડરપાસ બંધ
- ભારે વરસાદના પગલે ઝાંઝરડા રેલવે અંડર પાસ બંધ
જૂનાગઢમાં ભારે વરસાદ વરસતા ઝાંઝરડા રેલવે અંડપાસમાં ભારે પાણી ભરાતા અંડરપાસ બંધ કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતુ,નરસિંહ મહેતા તળાવ ઓવરફલો થતા તેનું પાણી શહેરમાં આવી ગયું હતુ,હાલમાં પોલીસે બેરીકેટ મૂકીને અંડરપાસ બંધ કર્યો છે અને વાહનોને ડાયવર્ઝન અપાયું છે.
જૂનાગઢમાં નદી પટ વિસ્તારમાં પ્રતિબંધ ફરમાયો
જૂનાગઢના માળિયા હાટિના, માંગરોળ, કેશોદ, મેંદરડા, વિસાવદર અને ગીરના જંગલ વિસ્તારમાં સવારથી ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદના પગલે જિલ્લાના નદી,નાળા, ચેકડેમ અને ડેમમાં નવા નીરની આવક થઈ છે. પ્રશાસને સલામતીના ભાગરૂપે લોકોને નદીના પટ વિસ્તારમાં આવન-જાવન કરવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.

ગીરસોમનાથમાં પાણીમાંથી લકઝરી બસ નિકાળી
ગીરસોમનાથના ગીરગઢડાના વેરાવળમાં ધસમસતા પાણીના પ્રવાહની વચ્ચે ખાનગી બસના ડ્રાઈવરે જોખમી રીતે બસ સવાર કરતા મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા,ગીર ગઢડાના દ્રોણ નજીક પુલ પર પાણી હોવા છતા જોખમી રીતે બસને પાણી માથી બહાર કાઢી હતી,જોકે આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી,જો જાનહાની થઈ હોત તો કોણ જવાબદાર રહેત એ પણ એક સવાલ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ મહેસાણા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી
ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગરમાં વરસાદ રહેશે. તેમજ બોટાદ, મોરબી, જામનગરમાં વરસાદ રહેશે તથા ભરૂચ, સુરત, ડાંગ, નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી સાથે મહીસાગર, ખેડા, દાહોદ, આણંદમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે. તથા પાટણ, બનાસકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદ પડશે અને મહેસાણા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે.
આજે સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ
સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વચ્ચે હવામાન વિભાગે આજે 10 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. જે અંતર્ગત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક સ્થળો પર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં રેડ એલર્ટ અપાયું છે. ગીર સોમનાથ અને રાજકોટમાં પણ અત્યંત ભારેની આગાહી કરાઇછે. બીજી તરફ 11 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. જેમાં કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરનો સમાવેશ થાય છે. મધ્ય ગુજરાતના 5 જિલ્લા અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.