• વ્યાજખોરો 20 ટકા લેખે રૂ. 30 લાખનું માસિક 6 લાખ વ્યાજ વસૂલતા હતા

  • પોલીસે ત્રણ વ્યાજખોરો સામે ગુનો દાખલ કર્યો
  • ઊંચા વ્યાજે પૈસા આપી ઉઘરાણી કરતા

કલોલમાં કપડાનો વેપાર કરતા વેપારીને પૈસાની જરૂર પડતા તેણે તેના ઓળખીતા પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. ત્રણ લોકો પાસેથી તેણે જરૂર મુજબ પૈસા લીધા હતા. અને તે 20 ટકા લેખે વ્યાજ ચુકવતા હતા. તેમ છતાં આ વ્યાજખોરો વધુ પૈસા માંગતા હતા. અને તેમણે વ્યાજના બદલામાં મકાન પણ પડાવી લીધુ હતું. જે અંગે તેઓએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર કલોલમાં આવેલી આશિયાના સોસાયટીમાં રહેતા તૌસીફ હનીફભાઈ મેમણ હોલસેલમાં કાપડનો વેપાર કરે છે. અને તેઓએ પોતાના ધંધાના કામે રૂપિયા 30 લાખ અલાઉરિૃન ઉર્ફે બોડો મલેક પાસે લીધા હતા. તેઓ 30 લાખ રૂપિયાનું 20 ટકા વ્યાજ લેખે દર માસે 6 લાખ ચુકવતા હતા. ત્યારબાદ તેઓએ ધંધામાં પૈસાની જરૂરિયાત ઉભી થતા 20 ટકા વ્યાજે રૂપિયા 20 લાખ લીયાકાત ઉર્ફે લીકુ દાદભાઈ પરમાર પાસેથી લીધા હતા. અને આ 20 લાખનું તેઓ 20 ટકા લેખે વ્યાજ રૂા. 4,00,000 દર મહિને ચુકવતા હતા. અને ત્યારબાદ તેઓને પૈસાની જરૂરિયાત ઉભી થતા તેઓએ ઉપર સમદ સલીમભાઈ મીર પાસેથી 10 ટકા વ્યાજે 25 લાખ લીધા હતા. અને તેઓ 10 ટકા વ્યાજ સહિત માસિક રૂપિયા ત્રણ લાખ રોકડા ચુકવતા હતા. આ ત્રણેય જણાઓ ઉંચા વ્યોજે પૈસા આપીને વારંવાર પૈસા સહિત મુડીના પૈસાની માંગણી કરતા હતા. અને અલાઉદ્દીન મલેક તથા લિયાકતે વ્યાજના પૈસા બાબતે તૌફીક પાસેથી તેનું મકાન લખાવી લીધું હતુ.અને તેમ છતાં વધુ વ્યાજની માંગણી કરી તેઓ હેરાન કરતા હોય તેઓએ આ ત્રણે જણા સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: