રાજકોટના લોધીકા પંથકમાં ધોરણ 11મા અભ્યાસ કરતા વિધાર્થીએ આપઘાત કરી લીધો છે જેના કારણે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

વિધાર્થીએ સ્યુસાઈડ નોટમાં ત્રણ શિક્ષકો સામે આક્ષેપ કર્યો છે.મોસમી મેડમ, વિભૂતિ મેડમ અને સચિન સર સામે આક્ષેપ કર્યો છે.ત્રણ શિક્ષકો દ્વારા ત્રાસ અપાતો હોવાની વાત વિધાર્થીએ સ્યુસાઈડ નોટમાં લખી છે જેને લઈ શિક્ષણ વિભાગે ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે.

ઘટનાને પગલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ટીમ બનાવવામાં આવી
માધ્યમિક સ્કૂલના ત્રણ શિક્ષકોના ત્રાસ અને ધમકી મામલે વિધાર્થીએ સ્યુસાઈડ કર્યુ હોવાની વાત સામે આવી છે જેને લઈ શિક્ષણ વિભાગ દ્રારા અલગ-અલગ ટીમો બનાવીને શાળામાં તપાસ શરૂ કરવામાં આવી છે,શાળામાં અન્ય વિધાર્થીઓના નિવેદન પણ નોંધવામાં આવશે,સાથે સાથે
લોધીકા પોલીસ દ્વારા ઘટના અંગે આકસ્મિક મોત થયાની પ્રાથમિક નોંધ કરીને મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે.સમગ્ર મામલે વાલીની ફરિયાદ આવ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી કરશે.



લોધીકામાં વિધાર્થીના આપઘાત મામલે તપાસ તેજ
વિધાર્થીએ સમગ્ર કેસમાં સ્યુસાઈડ નોટમા શિક્ષકોના ત્રાસની વાત કરી છે.મોટવડાની સરકારી શાળામાં વિધાર્થી ભણતો હતો અને પરીક્ષાનું પેપર આપી તે ઘરે આવ્યો અને વીડિયો બનાવ્યો અને આપઘાત કર્યો છે.ધ્રુવિલ વારું નામના વિદ્યાર્થીએ આપઘાત કરતા પોલીસા ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ પણ તપાસ તેજ કરી છે.શિક્ષક દ્વારા પરીક્ષામાં ચોરી કર્યાનો આરોપ લગાવી પોલીસ કેસ થશે એવી ધમકી આપતા પોલીસ કેસના ડરના કારણે અને જેલમાં જવાની બીકના કારણે આપઘાત કરી લીધો હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


પોલીસે મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો
પોલીસે વિધાર્થીનો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે અને તપાસ હાથધરી છે,જે ત્રણ ક્ષિક્ષકો છે તેમના હજી કોઈ નિવેદન લેવામાં આવ્યા નથી શાળાના આચાર્યનું નિવેદન લેવામાં આવ્યું છે,સાથે સાથે સ્યુસાઈડ નોટ પણ જપ્ત કરવામાં આવી છે,આ તપાસમાં સાચું કારણ શું સામે આવે છે તે તો સમય જ બતાવશે,પરિવારના સભ્યોની એક જ માગ છે કે શિક્ષકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે,ગુજરાતના શિક્ષકો તમે પણ ભવિષ્યમાં આવી રીતે કોઈ વિધાર્થીને ડરાવતા અને ગભરાવતા નહી.
 
  • Follow us on: