- મહેસાણાના નાગલપુર વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી
- નાગલપુરમાં ઘરોમાં ઘુસ્યા વરસાદી પાણી
- ઘરોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી
ગુજરાતમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે,ત્યારે મહેસાણામાં પણ વહેલી સવારથી વરસાદે માઝા મૂકી છે મહેસાણામાં બે કલાકમાં બે ઈંચ વરસાદ વરસતા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે,બીજી તરફ શહેરીજનોમાં ખુશીનો માહોલ છે કેમકે અત્યાર સુધી ઉત્તરગુજરાતમાં વરસાદ જોઈએ તે પ્રમાણમાં પડયો નથી જેના કારણે ડેમો તળીયા ઝાટક હતા.
નાગલપુર વિસ્તાર પાણીમાં ગરકાવ
સામન્ય વરસાદે મહેસાણાના લોકોના જન જીવનમાં ફેરફાર કરી નાખ્યો છે,વહેલી સવારથી વરસાદ વરસતા ઓફીસ તેમજ ધંધે જતા લોકોને વરસાદનો સામનો કરવો પડયો હતો સાથે સાથે ટ્રાફિકજામની સમસ્યા પણ ઉદભવી હતી,સામન્ય વરસાદમાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા,પાલિકાનો પ્રિ-મોન્સૂન પ્લાન પણ નિષ્ફળ ગયો હતો તેવું સ્પષ્ટ પણ દેખાઈ આવે છે.

વિજાપુરમાં ઠેર ઠેર પાણી ભરાયા
વિજાપુરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે જેના કારણે શાળામાં રજા જાહેર કરી દેવામાં આવી છે,વિજાપુરમાં પણ મુખ્ય બજારોમા ઘૂંટણસમા પાણી ભરાયા છે જેના કારણે લોકોને પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે.મોઢેરા રોડ પર પણ પાણી ભરાયા છે જેના કારણે વાહનો પાણીમાં ફસાઈ ગયા છે.
જાણો કયાં અપાઈ મધ્યમ વરસાદની આગાહી
રાજ્યમાં મહીસાગર, પંચમહાલ, ખેરા, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, આણંદ, ગાંધીનગર, વડોદરા, નર્મદા, સુરત, ભરૂચ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અને દમણ, દાદર અને નગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
જાણો કયા અપાઈ હળવા વરસાદની આગાહી
દાહોદ, છોટાઉદેપુર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, પાટણ, બનાસકાંઠા, અને દીવમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે,સાથે સાથે લુણાવાડા શહેરમાં સવારથી 4 ઈંચ વરસાદ વરસતા શહેર પાણી પાણી થઈ ગયું હતુ બીજી તરફ દુકાનો તેમજ ઘરોમાં પાણી ઘુસી ગયા હતા.