મહેસાણામાં માર્ગ મકાન વિભાગે બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે,જેમાં શિવાલા સર્કલ પાસેના બ્રિજના કામમાં ઘોર બેદરકારી સામે આવી છે,બ્રિજ ઉપરથી હેવી વીજલાઈન નીકળતા કામ અટક્યું છે જેને લઈ તૈયાર થયેલો બ્રિજ અડધે લટકી ગયો છે,અડદો બ્રિજ બન્યો પછી દેખાયું કે બ્રિજની વચ્ચેથી તો હેવી લાઈન નીકળી રહી છે.


[[$googlead]]

બ્રિજ અડધો બની ગયા પછી હેવી વીજલાઈન દેખાઈ

મહેસાણામાં માર્ગ અને મકાન વિભાગે બુદ્ધિનું દેવાળું ફૂંકયું હોય તેવું લાગી રહ્યું છે,વીજ લાઈન હટે તો જ બ્રિજ આખો બને તેવી સ્થિતિનું સર્જન થયું છે,ત્યારે હાલમાં બ્રિજ બનાવવાની કામગીરી અટકી ગઈ છે,તંત્રએ પ્લાન પાસ કર્યો હશે ત્યારે નહી ખબર હોય કે બ્રિજની ઉપરની હેવી લાઈન નીકળી રહી છે,હવે એવું થયું કે,બ્રિજ બન્યા બાદ યાદ આવ્યું કે ઉપર વીજલાઈન છે,તો અધિકારીથી લઈ તંત્ર ધંધે લાગ્યું છે,તો બીજી તરફ સ્થાનિકોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે.

[[$alsoread]]

સરવેની કામગીરી થઈ હશે કે કેમ તે મોટો સવાલ

શહેરમાં એવી ચર્ચાએ જોર પકડયું છે કે તંત્રએ સરવેની કામગીરી નહી કરી હોય,સરવે કરાયો તો વીજલાઈન દેખાઈ નહીં હોય ? તો આ સમગ્ર ઘટનામાં કોંગ્રેસે પણ કૂદકો માર્યો છે અને કહ્યું કે,જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરો અને 10 દિવસમાં કાર્યવાહી ન થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.રસ્તા રોકો આંદોલન કરવાની કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે.

માર્ગ અને મકાન વિભાગે કરી બીજી એક ભૂલ

મોઢેરા રોડ ઉપર બંને બાજુએ રસ્તો પહોળો કરવા અને માર્જીનમાં પાર્કિંગ માટે જગ્યા ખુલ્લી રાખવા દબાણો તોડી પડાયાં છે. એ પછી મનપા આ રોડને આઇકોનિક બનાવાની જાહેરાત ઘોષણા કરી ચૂકી છે. જેમાં માર્ગ અને મકાન વિભાગને ગત ડિસેમ્બરમાં રૂ. 14 કરોડના ખર્ચે રીસરફેસની મંજૂરી મળી હતી અને એ પછી ભાન થયું કે સ્વામીનારાયણ મંદિરથી ખારી નદી સુધી પહેલાં વરસાદી પાણીના નિકાલની લાઇન નાખવી જરૂરી છે.

  • Follow us on: