મોરબીમાં બિલ્ડર પુત્રએ પોતાના પર ફાયરિંગ કરાવ્યું હોવાની માહિતી સામે આવી છે, ધંધામાં દેવું વધી જતા પોતાના પર ફાયરિંગ કરાવ્યું હતું. માળિયાના મોટાં દહિસરા ગામ પાસેનો બનાવ બન્યો હતો. તરુણ ગામીએ 3 લાખ આપી પોતાના પર ફાયરિંગ કરાવ્યું હતું. તેથી પોલીસે આરોપી પરેશ ઉઘરેજા, મકસુદ નકુમની ધરપકડ કરી છે.


આરોપી પરેશ ઉઘરેજા, મકસુદ નકુમની ધરપકડ

મોરબીના બિલ્ડર પુત્રએ લેણદારોથી બચવા પોતેજ ફાયરિંગ કરાવ્યું હોવાની વિગત બહાર આવી છે. આ મામલે બે શખ્સ પકડાયા છે. તેમણે કહ્યું હતું કે, ધંધામાં દેણું વધી જતાં પોતાનાં પર ફાયરીંગ કરાવાની સોપારી આપી હતી. માળિયાના મોટાં દહિસરા ગામનાં રેલવે ફાટક પાસે 21 તારીખે બનાવ બન્યો હતો. તરુણ હંસરાજભાઇ ગામીએ દેણું વધી જતાં 3 લાખમાં પોતાનાં પર ફાયરીંગની સોપારી આપી હતી. આરોપી પરેશ ઉઘરેજા અને મકસુદ મહંમદભાઈ નકુમની ધરપકડ કરી છે. મોરબી એલસીબી પોલીસે મકસુદ મહંમદભાઈ નકુમ પાસેથી 1 લાખ 10 હજાર રોકડા, પિસ્તોલ સહિત ત્રણ મોબાઈલ કબજે કર્યા છે.


21 મેના રોજ બની હતી આ ઘટના

તમને જણવી દઈએ કે, 21 મેના રોજ મોરબીમાં મોટા દહીસર પાસે મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ બિલ્ડરના પુત્ર તરુણ ગામી પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતાં ચકચાર મચી જવા પામ્યો હતો. આ ઘટનામાં તરુણ ગામીને ત્રણ ગોળી વાગતાં તે ઈજાગ્રસ્ત થયો હતો. ગોળી વાગ્યા બાદ તે 20 કિ.મી સુધી ગાડી ચલાવીને ખાખરાળા ગોમ નજીક પહોંચ્યો હતો અને તેના મિત્રને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. તેના મિત્ર દ્વારા તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. તરુણ ગામીને માથામાં ઈજા પહોંચી હોવાથી તેને મોરબીથી રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. માળિયા પોલીસ, મોરબી તાલુકા પોલીસ અને એલસીબી દ્વારા આ ઘટના અંગે તપાસ હાથ ધરી હતી. તરુણ ગામી પર પૈસાની લેતી દેતીમાં અજાણ્યા શખ્સોએ ફાયરીંગ કર્યું હોવાની આશંકા સેવાઈ રહી હતી.


  • Follow us on: