- મોરબીના માળિયા તાલુકાના અંજીયાસર ગામમાં બની ચૌંકાવનારી ઘટના
- પત્નીએ અને તેના ભાઈએ ભેગા મળીને પતિની કરી હત્યા
- દીકરી માટે પોતાના જ સુહાગ ને ભૂંસી નાખ્યો પત્નીએ
મોરબીમાં પોતાની જ સગી દીકરી ઉપર નજર બગાડનાર બાપ ને મળ્યું મોત,તેની જ પત્નીએ દીકરીને બાપની ખરાબ નજરથી બચાવવા ભાઈ સાથે મળીને પોતાના જ પતિને ઉતાર્યો મોતને ઘાટ ઉતાર્યો છે અને હત્યા બાદ મૃતદેહને બાઈક સાથે બાંધીને ગામથી પાંચ કિમી દુર ઊંડા તળાવ જેવા ખાબોચિયામાં ફેંકી દીધો હતો.
પરંતુ પાપ છાપરે ચડી ને પોકારે
માળિયા પોલીસના જાપ્તામાં રહેલ એક મહિલા અને એક પુરુષની હત્યાના ગુનામાં પોલીસે ધરપકડ કરી છે.હત્યાના આરોપમાં માળિયા પોલીસે બંન્નેની ધરપકડ કરી છે માળિયા મિયાણાના અંજીયાસર ગામે રહેતા હાજી મોવરની હત્યા કરવાનો આરોપ આ બંને પર લાગ્યો છે અને એ પણ કોઈ બીજું નથી પરંતુ હત્યાના આરોપમાં પોલીસે ઝડપેલ મહિલા મૃતક હાજી મોવરની પત્ની શેરબાનું મોવર છે જયારે તેની સાથે રહેલ વ્યકિત તેનો માસીયાઈ ભાઈ ઇમરાન ખોડ છે.

પોલીસ તપાસમાં હત્યા થઈ હોવાનું આવ્યુ સામે
પોલીસને નેહાજી મોવરનો મૃતદેહ મળ્યો ત્યારે શંકાના આધારે પૂછતાછ કરતા શેરબાનું ભાંગી પડી અને પોતે જ ઇમરાન સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતાર્યાની કબૂલાત આપતા પોલીસે બંન્નેની હત્યાના આરોપમાં ધરપકડ કરી છે.માળિયા ગામ પાસે આવેલ એક તળાવ જેવા ઊંડા ખાબોચિયા માંથી તા ૪ ના રોજ માળિયા પોલીસ ને એક યુવાન ની લાશ મળી આવી હતી તેના ગળાના ભાગે ચુંદડી બાંધેલી હતી જયારે ચુંદડી નો બીજો છેડો નીચે બાઈક સાથે બંધાયેલો હતો પ્રથમ નજરે જ પોલીસને હત્યા ની શંકા જન્મી હતી છતાં ખાતરી કરવા પોલીસે રાજકોટ ખાતે લાશનું ફોરેન્સિક પીએમ કરવું જેમાં મૃતક હાજી મોવરનું મોત ગળું દબાવી ને કરવામાં આવી હોવાનું સ્પષ્ટ થયું હતું.
દીકરી પર નજર બગાડતા મળ્યુ મોત
હત્યાના આખા ઘટનાક્રમમાં ચોકાવનારી વાત હત્યા પાછળ નું કારણ હતું પોલીસ તપાસ માં બહાર આવ્યું એ મુજબ મૃતક હાજી મોવર ની નજર તેની જ ૧૩ વર્ષ ની દીકરી ઉપર બગડી હતી આજ કારણથી છેલ્લા કેટલાક સમયથી આરોપી માતા શેરબાનુંને દીકરી ની ચિંતા રહેતી દરમિયાન તા ૨ ના રોજ હાજી મોવર એ દીકરી સાથે અડપલા કરવાનો પ્રયાસ કર્યો અને બસ પછી શેરબાનું એ હાજી નું કાસળ કાઢી નાખવાનો નિર્ણય કર્યો અને તેના માસીયાઈ ભાઈ ઇમરાન ને બોલાવી બંને એ એક પ્લાન કર્યો હાજી ને જમવામાં ઘેન ની ગોળીઓ આપી બેભાન કર્યો બાદમાં ચુંદડી થી ગળું દબાવી ને હત્યા કરી અને બાદમાં લાશને રીક્ષામાં નાખીને પાંચેક કિમી દુર એક ખાબોચિયા સુધી લઇ ગયા.









