કચ્છના મુંદ્રામાંથી ગાંજાના વાવેતરનો પર્દાફાશ થયો છે,મુંદ્રા શહેરના નાગ તલાવડી વિસ્તારમાં આરોપીએ પોતાના કબજાના વાડામાં ગાંજાના છોડનું ગેરકાયદેસર વાવેતર કર્યું હતું,પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસ અને મુંદ્રા પોલીસ સયુક્ત રેઇડ કરીને એક આરોપીને ગાંજા સાથે ઝડપી પાડયો છે.
પોલીસે આરોપીના રિમાન્ડ મેળવ્યા
પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસ અને મુંદ્રા પોલીસએ બાતમી આધારે મુંદ્રા નાગ તલાવડી વિસ્તારમાં આવેલા એક વાડામાંથી ગાંજાનું વાવેતર મળી આવ્યું છે,આરોપી ઇશાક ફકીરમામદ કુંભારએ પોતાના વાડામાં ગેરકાયદેસર ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું પોલીસને આરોપીના વાડા માંથી 56 નંગ જેટલા ગાંજાના છોડ મળી આવ્યા છે,26.463 કિલો ગ્રામ ગાંજો કિમત રૂપિયા 2,54,630 ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે,આરોપીએ પોતાના ફાયદા માટે ગાંજાનું વાવેતર કર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે,જે વાડામાંથી ગાંજાનું વાવેતર મળ્યું છે તે સરકારી જમીન પર આરોપીએ દબાણ કરી વાડો બનાવ્યો હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે,જે મામલે પણ આગામી દિવસોમાં આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી શકે છે, હાલ પોલીસ આરોપી વિરુદ્ધ મુંદ્રા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.









