કચ્છના મુંદ્રાના યુવકને રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી મકાનના દસ્તાવેજ અને કાર પડાવી લેવાની ઘટનામાં પોલીસે ચાર આરોપીને ઝડપી પાડયા છે,મુંદ્રા પોલીસે આરોપીની ઓફિસમાં તપાસ કરતાં મોટી સખ્યામાં સરકારી દસ્તાવેજ મળી આવ્યા છે,આરોપી પાસેથી અતિ મહત્વના સરકારી દસ્તાવેજ મળી આવ્યા છે જે જોઈને પોલીસ પણ ચૌંકી ઉઠી છે.


[[$googlead]]

મકાનના ઓરીજીનલ કાગળ લઈ લીધા

મુંદ્રાના યુવકને રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી યુવકના 30 લાખના મકાનના ઓરીજનલ દસ્તાવેજ અને પાંચ લાખની કિમતની કાર પડાવી દેવાની ઘટના સામે આવી છે,મળતી વિગતો મુજબ ફરિયાદી યુવક વિરુદ્ધમાં મુંદ્રા પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ અરજી આપી હતી,જેના આધારે આરોપીએ સામેથી યુવકનો સંપર્ક કર્યો અને યુવકને રેપ કેસમાં ફિટ કરવી દેવાની ધમકી આપી આપી હતી,બાદમાં આરોપીએ સમાધાન માટે ઓફર કરી અને મુંદ્રાના પાવાપૂરી ચાર રસ્તા પાસે સહારા ફાયનાન્સ નામની પેઢી ચલાવતા મોહમદ શકીલ યાકુબ અને એડવોકેટ એમ.એચ.ખોજા સમાધાન કરવી કરવી આપવાની જાળ બિછાવી હતી.

[[$alsoread]]

પોલીસને અલગ-અલગ દસ્તાવેજો મળી આવ્યા

આરોપીએ રેપ કેસની ધમકી આપી યુવકના મકાનના દસ્તાવેજ તેમજ કાર પડાવી લીધી હતી,આ મામલે યુવકે ચાર શખ્સો વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં ચારેય આરોપીની ધરપકડ કરી છે,આ ગુનાના કામનો મુદામાલ આરોપીએ મોહમદ શકીલ અને મહમદ રફીક હાજી ખોજાની ઓફિસમાં રાખ્યો હોવાની કબુલાત કરી છે પોલીસે ચારેય આરોપીને સાથે રાખીને ઓફિસમાં તપાસ કરતાં મોટી સખ્યામાં સરકારી દસ્તાવેજ મળી આવ્યા છે.પોલીસને આરોપીની ઓફિસમાંથી અલગ અલગ વ્યક્તિના કોરા ચેક 26 , સરકારી કોરા સ્ટેમ્પ 46 , જમીન વેચાણ કરેલ દસ્તાવેજ 24 , વિલ વસિયતનામા 6 , જુદા જુદા વ્યક્તિના સોગંધનામાં 23 , પાવર ઓફ એટર્ની 36 , સાટા કરાર 44 મળી આવ્યા છે.

આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે

આ સાથે જ ચેકબુક પાસબુક 12,મરણ સર્ટિફિકેટ 42, ત્રણ પેન ડ્રાઈવ,રૂપિયા ગણવા માટેનું મશીન, બે છરી મળી આવી છે સાથે જ પોલીસે આરોપી પાસેથી ત્રણ કાર,સાત મોબાઈલ અને 3.23 લાખ રોકડ,સહિતનો મુદામાલ કબજે કર્યો છે,આરોપીની ઓફિસમાં મોટી સખ્યામાં સરકારી દસ્તાવેજ મળી આવતા પોલીસ વિવિધ દિશામાં તપાસ હાથધરી છે,આરોપી અનેક ગુન્હાને અંજામ આપ્યો હોવાની શક્યતા છે મુંદ્રા પોલીસે આરોપી મોહમદ શકીલ ઘુઇયા , મહમદ રફીક હાજી ખોજા , હિમાંશુ નવીનભાઈ મકવાણા , મુસ્તાક અલારખીયા વિરુદ્ધ બીએનએસની કલમ 308(6), 61(2), 3(5) મુજબ ગુન્હો નોંધી આરોપી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.સાથે જ પશ્ચિમ કચ્છ પોલીસે લોકોને અપીલ કરી છે કે આરોપી પાસે કોઈપણ નાગરિકે પ્લોટ , જમીન , વાહન , દાગીના ગીરવે મુકેલ હોય , અથવા કોઈપણ મિલકત પડાવી લીધેલ હોય મુંદ્રા પોલીસનો સંપર્ક કરવો.


  • Follow us on: