• ડ્રગ્સનો વેપલો વધારવા 50 પેડલરોનું વોટ્સએપ ગ્રૂપ બનાવ્યું હતું
  • આરોપી પાસેથી 1.80 લાખની કિંમતનું 17.850 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું
  • કાપડના ઉપયોગ કર્યા બાદ ડ્રગ્સ આપતો હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું

પોશ વિસ્તારમાં યુવક-યુવતીઓને ડ્રગ્સના રવાડે ચઢાવીને તેમનો પેડલર તરીકે ઉપયોગ કરવાનું મસમોટું રેકેટ અમદાવાદમાં ચાલી રહ્યું છે. સોશિયલ મીડિયાનો સહારો લઇને 50થી પણ વધારે પેડલરોનું ગ્રૂપ બનાવીને ડ્રગ્સનો વેપલો કરતા નવરંગપુરાના સ્વતિક ચાર રસ્તા પાસેના એક પાન પાર્લર પાસેથી એસઓજીએ શખ્સને દબોચી લીધો છે. આરોપી પાસેથી 1.80 લાખની કિંમતનું 17.850 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું છે. તેણે કબૂલાત કરી છે કે, મુંબઇમાંથી હોલસેલમાં ડ્રગ્સ લાવીને અમદાવાદમાં છુટક વેચતો હતો. આરોપી ગોમતીપુરના પેડલર મોહસીન બેલીમ પાસેથી પણ ડ્રગ્સ ખરીદતો હોવાનું પણ જાણવા મળ્યું છે.

એસઓજીના ડીસીપી જયરાજસિંહ વાળાએ જણાવ્યું છે કે, ડ્રગ્સનો નશો કરવા માટે આરોપી મોઈન ઈકબાલ હુસેન ધલ્લાવાલા પેડલર બન્યો છે. મોઇનના માતા અને પરિવાજનો મુંબઈમાં રહે છે. આથી તે અવારનાવાર મુંબઇ રહેવા જતા તેની ડ્રગ્સની લત લાગી હતી. આ ઉપરાંત આરોપી મોઇન જમાલપુર ફુલ બજારમાં નોકરી કરતો હતો. ડ્રગ્સ માટે તેની પાસે પૈસા ન હોવાથી તેણે વેચાણનું શરૂ કર્યું હતું.

ડ્રગ્સના વેચાણ માટે કોડવર્ડનો ઉપયોગ કરાતો હતો

આરોપી મોઇન ડ્રગ્સનું વેચાણ કરવા કોર્ડવર્ડનો ઉપયોગ કરતો હતો..એટલે એક ગ્રામ કે બે ગ્રામ એમડી ડ્રગ્સ જોઈતું હોય તે એક કાપડ, દો કાપડના ઉપયોગ કર્યા બાદ ડ્રગ્સ આપતો હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું છે.