બનાસકાંઠાના પાલનપુરમાં પાણીની બોટલમાં જળચર પ્રાણી દેખાતું હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે,જેમાં મિનરલ વોટરના જગમાં સાપ જેવું જળચર પ્રાણી દેખાયુ છે તો ખાનગી મિનરલ વોટરના ગોડાઉનમાંથી બોટલ ગૃહિણીએ મંગાવી હતી અને જળચર પ્રાણી દેખાતા ગૃહિણીએ બોટલનું સીલ ન ખોલ્યું ત્યારે મિનરલ વોટર સપ્લાયરની ગંભીર બેદરકારી સામે સવાલ ઉભા થયા છે.
મિનરલ વોટરના જગમાં સાપ જેવું જળચર પ્રાણી
બનાસકાંઠાના પાલનપુરમાં મિનરલ વોટરના જગમાં સાપ જેવું જળચર પ્રાણી જોવા મળતા હડકંપ મચ્યો છે,જેમાં પીવાના પાણીની બોટલમાં જોવા મળ્યું જળચર પ્રાણી,પાલનપુરના ખાનગી મિનરલ વોટર સપ્લાયરના ગોડાઉનમાંથી આ પાણી મંગાવવામાં આવ્યું હતુ પરંતુ પાણીની અંદર પ્રાણી જેવું દેખાતા ગૃહિણીએ પાણીની બોટલ ત્યાં જ મૂકી રાખી હતી અને બોટલનું સીલ ખોલ્યું ન હતુ.મિનરલ વોટર સપ્લાયરની ગંભીર બેદરકારી સામે ઉઠ્યા અનેક સવાલો.
ખરાબ પાણીથી રોગો પણ થાય છે
પાણી શરીરનો મુખ્ય આધાર છે અને કયારેક ખરાબ પાણી પીવાથી શરીરમાં રોગો પણ થતા હોય છે,બહારથી જે પાણી મંગાવવામાં આવે છે અને કેરબામાં મંગાવવામાં આવે છે તે પાણીના પ્લાન્ટમાંથી સીધુ ભરવામાં આવતું હોય છે કયારેક જે જગ્યાએથી પાણી ભરવામાં આવે છે તેની સફાઈ થતી ના હોય તો તેના કારણે પણ જીવ-જંતુઓ પાણીમાં આવી જતા હોય છે,ત્યારે આ બેદરકારી જે પાણીના કેરબા ભરતા હોય છે તે લોકોની હોય છે,કયારેક ખરાબ પાણી પી લેવાથી શરીરમાં લુસ મોસનની તકલીફ પણ રહેતી હોય છે.









