- યુવકે ધર્મ અંગે યુવતીને અંધારામાં રાખી ફસાવી પ્રેમજાળમાં
- યુવતીને જાણ થતા ધમકી આપી દુષ્કર્મ ગુજારતો
- પાટણ એ ડિવિઝન પોલીસે આરોપીને પકડી કાર્યવાહી હાથ ધરી
પાટણમાં લવ જેહાદનો કિસ્સો આવ્યો સામે આવ્યો છે. વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરીને યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. એટલું જ નહીં આ પછી યુવકે તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. ઉલ્લેખનીય છે કે યુવકે પોતાની ખોટી ઓળખ આપી અને યુવતી પર અવારનવાર દુષ્કર્મ કર્યું હતું.
યુવતીને જાણ થતા ધમકી આપી દુષ્કર્મ ગુજારતો
વિધર્મી યુવકના ધર્મ અંગે ખોટી ઓળખ અંગે યુવતીને જાણ થઈ હતી. આ સમયે યુવતી અને યુવક વચ્ચે વાતચીત થઈ હતી અને સાથે તેમને મનભેદ થયો હતો. જ્યારે બંને વચ્ચે ખટરાગ થયો હતો ત્યારે યુવતી વિધર્મી યુવકને વશ ન થતા યુવકે પાંડેલ યુવતીના અશ્લીલ ફોટો વાયરલ કરવાની ધમકી પણ આપતો હતો. ધમકી આપ્યા બાદ તે યુવતી સાથે દુષ્કર્મ કરતો. યુવતીએ હિમ્મત ભેગી કરી અને વિધર્મી યુવક સામે પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો હતો.









