• સ્થાનિકો-વાહનચાલકોએ NH-48 કર્યો ચક્કાજામ
  • ઉબડખાબડ રસ્તાને લઈ સ્થાનિકોમાં રોશની લાગણી
  • સામાજિક કાર્યકર અનિલ પટેલ ખાટલો નાખી બેસી ગયા

સાબરકાંઠાના પ્રાંતિજ ગામેથી પસાર થતો નેશનલ હાઈવે 48 ખરાબ અને ખાડાવાળો હોવાથી સ્થાનિકો રોશે ભરાયા હતા,ત્યારે સ્થાનિકોએ રોડ ચક્કાજામ કરતા અમદાવાદ-હિંમતનગર હાઈવે પર વાહનોની લાઈનો લાગી હતી,તો બીજી તરફ પ્રાંતિજ પોલીસે ઘટનાસ્થળે આવી મામલો સંભાળ્યો હતો અને સામાજિક કાર્યકરની પોલીસે અટકાયત કરી હતી.

રોડ ખરાબ હોવાની છે સમસ્યા

[[$googlead]]

પ્રાંતિજ ત્રણ રસ્તા પાસે સ્થાનિકો અને વાહન ચાલકોએ નેશનલ હાઇવે ૪૮ ચક્કાજામ કર્યો કરતા ધોડધામ મચી હતી,બીજા દિવસે પણ આ રોડ બ્લોક કર્યો હોવાથી વાહનોની લાઈનો લાગી હતી.તો સામાજિક કાર્યકરની સાથે વાહનચાલકો પણ વિરોધમાં જોડાયા હતા,સ્થાનિકોનો આક્ષેપ છે કે,બ્રિજની ધીમી કામગીરીના કારણે રોજ ટ્રાફિક જામ થાય છે સાથે સાથે વરસાદના કારણે રોડ પર ખાડા પડી જતા ઘરની બહાર વાહન લઈને નિકળવું મુશ્કેલ થયુ છે.

[[$alsoread]]


પ્રાંતિજથી હિંમતનગરને જોડતો રોડ છે ખરાબ

પ્રાંતિજથી હિંમતનગરને જોડતો હાઈવે ખૂબ ખરાબ હાલતમાં છે,નેશનલ ઓથોરિટી હાઈવે પણ આ બાબતે કઈ ધ્યાન આપતી નથી જેના કારણે સ્થાનિકો તેનો ભોગ બની રહ્યાં છે,મહત્વનું છે કે આ હાઈવે દિલ્હી સુધી જોડાયેલો છે તેના કારણે ભારે વાહનો પણ આ રોડ પરથી નિકળતા હોય છે,જેના કારણે રોડ પર મોટી સંખ્યામાં ખાડા પણ પડયા છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રને રજૂઆત કરી છે તેમ છત્તા કોઈ નિકાલ આવતો નથી,જેના કારણે બીજા દિવસે પણ રોડ ચક્કાજામ કરવાની સ્થિતિ સર્જાઈ છે.

હિંમતનગરના સહકારીજીન વિસ્તારમાં પણ રોડની સમસ્યા

સાબરકાંઠાના હિંમતનગરમાં મોટી સંખ્યામાં વાહન ચાલકો તેમજ સ્થાનિક વેપારીઓએ રોડ ચક્કાજામ કરી સહકારીજીન વિસ્તારમાં વિરોધ કર્યો હતો,સ્થાનિકોનો આક્ષેપ છે કે,વરસાદના સમયે પાણી ભરાઈ જાય છે સાથે સાથે રોડ પર ખાડા પણ પડી ગયા છે,મહત્વનું છે કે આ રોડ નેશનલ હાઈવે ઓથોરિટી હસ્તક આવે છે ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી આ રોડનું સમારકામ જલ્દીથી કરાવે તે જરૂરી બન્યું છે.

કયાં છે ચૂંટાયેલા ધારાસભ્ય અને સંસદ સભ્ય ?

સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયા,તમારી સ્થાનિકોને જરૂર છે તેમની પડખે તો ઉભા રહો,તમે નહી ઉભા રહો તો કોણ ઉભા રહેશે,ખોબલે ખોબલે મત આપીને ચૂંટાયેલ ધારાસભ્ય કે સાંસદ સભ્ય સ્થાનિકોની પડખે આવીને ઉભા રહ્યાં નથી,સ્થાનિકોએ અવાર-નવાર ધારાસભ્ય અને સાંસદને રજૂઆત કરી પણ તેમના કાને પણ આ વાત પહોંચતી નથી તેવું લાગી રહ્યું છે.

 

  • Follow us on: