- આજીડેમમાં આપઘાત કરવા ગયેલો યુવાન હોસ્પિટલમાં દાખલ થયો
- તીનપત્તીમાં મોટી રકમ હારી જતાં આપઘાત કરવાના બે વીડિયો બનાવ્યા
- શુભમ ઇમરજન્સી વોર્ડ પાસે બેભાન થઇ પડી ગયો હતો
રાજકોટના અટીકા વિસ્તારમાં રહેતો અને એકાઉન્ટનું કામ કરતો શુભમ બગથરીયા નામના 21 વર્ષીય યુવાને ગઈકાલે પોતે ઓનલાઇન જુગારમાં લાખ રૂપિયા હારી ગયો હોય અને આજી ડેમમાં આપઘાત કરું છું. તેવા બે વિડીયો પિતાને મોકલ્યા બાદ ફોન સ્વીચ ઓફ કરી દેતા પરિવાર સાથે પોલીસ અને ફાયર બ્રિગેડ સ્ટાફ ધંધે લાગ્યો હતો. તરવૈયાઓએ કલાકો સુધી ડેમમાં શોધખોળ કરી હતી છતાં યુવકનો કોઈ પતો લાગ્યો ન હતો જેથી પોલીસે તપાસ યથાવત રાખી હતી.
દરમિયાન આજે સવારે લાપતા થયેલો યુવક શુભમ નાટકીય ઢબે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો.અને ત્યાં ઇમરજન્સી વોર્ડ પાસે બેભાન થઇ પડી ગયો હતો. જેથી દાખલ કરાયો હતો યુવકનર તાવ અને ટાઢ ચડ્યા હોવાથી તબીબોએ તેની સારવાર શરુ કરી હતી. જો કે દેણા સહિતના પ્રશ્નો સંદર્ભે પોતે મૌન સેવી લીધું હતું.
ઉલ્લેખનીય છે કે શુભમે ઓનલાઈન તીનપતિ જુગારમાં રકમ હારી ગયો હોવાથી પગલું ભરતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ આમ કરવા પાછળનું સાચું કારણ શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી. હાલ યુવાન હેમખેમ મળી આવતાની જાણ થતા આજીડેમ પોલીસ સ્ટેશન ટીમ હોસ્પિટલ પહોંચી યુવાનનું નિવેદન નોંધી આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
શુભમે ગુરુવારે સાંજે વીડિયો બનાવી તેના પપ્પાને મોકલ્યો હતો, પરંતુ પપ્પાનું નેટ બંધ હતું. સાંજે 7 વાગ્યે નેટ શરૂ કરતાં વીડિયો જોતાં તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. બાદમાં રાતભર પરિવાર તેમને શોધવા નીકળી ગયો હતો અને ગઈકાલે સવારે લોકેશન મળતાં વહેલી સવારે 5 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા સુધી શુભમની શોધખોળ હાથ ધરી હતી. જો કે, આજે સવારે શુભમ બગથરીયા જાતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવી સારવાર અર્થે પહોંચ્યો હતો.
