રાજકોટમાં 17 વર્ષની સગીરા સાથે યુવકે દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઈ છે, જેમાં સગીરાને બેભાન કરીને કેફી પીણું પિવડાવી દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઈ છે, સમગ્ર ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધી છે અને યુવતીનું નિવેદન પણ લીધુ છે, ત્યારે તપાસનો ધમધમાટ શરૂ થયો છે અને યુવકની અટકાયત પોલીસે હજી કરી નથી.


[[$googlead]]

ગોંડલમાં કેફી પીણું પિવડાવી બેભાન કરી દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ

રાજકોટના ગોંડલ નજીક યુવકે ગોંડલ ચોકડી નજીક સગીરા સાથે દુષ્કર્મ કર્યું હોવાની વાત સામે આવી છે, સાવરકુંડલાની સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવી છે, તો દુષ્કર્મ આચરી યુવાન ફરાર થઈ ગયો હતો, સગીરા ભાનમાં આવી ત્યારે તેને ખબર પડી કે તેની સાથે દુષ્કર્મ આચર્યુ છે, તો સગીરાએ ફોન કરીને તેની બહેનને જાણ કરી અને તેની બહેને પોલીસને જાણ કરતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટયો હતો, સગીરાને એક અઠવાડિયા અગાઉ યુવક સાથે પરિચય થયો હતો.

[[$alsoread]]

સાવરકુંડલાની સગીરા સાથે યુવકે દુષ્કર્મ કર્યું

રાજકોટ રહેતી 17 વર્ષની સગીરાને કેફી પીણું પિવડાવી દુષ્કર્મ ગુજારવામાં આવ્યાની ફરિયાદથી ખડભડાટ મચ્યો હતો, રાજકોટના યાજ્ઞિક ઉપર જ્યુશ પીવડાવી બેભાન કરી ગોંડલ ચોકડી નજીક યુવક લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવી છે, સમગ્ર મામલે સગીરાએ ફરિયાદ નોંધાવતા પોલીસે મેડિકલ કરવા સહિતની પ્રક્રિયા હાથ ધરી છે, આરોપી અમિત નામનો શખ્સ રીબડાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે, પોલીસે ફરાર યુવકને શોધવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે.

  • Follow us on: