- અમરિષ ડેર બાદ કોગ્રેસના કાર્યક્રતાઓ પણ જોડાયા ભાજપમાં
- સી.આર.પાટીલની હાજરીમાં ખેસ ધારણ કર્યો
- 4 હજાર કરતા વધુ કાર્યક્રતાઓ જોડાયા હોવાનો અંબરીષ ડેરનો દાવો
અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા વિસ્તારના કોગ્રેસના પૂર્વ નેતા અંબરીષ ડેર દ્વારા ગઈકાલે કમલમમાં કેસરિયા કર્યા બાદ આજે રાજુલા શહેરમાં માર્કેટીંગ યાર્ડની સામે વિજય ચોકમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિ વચ્ચે સત્કાર સમારંભ કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો, કાર્યકરોએ રાજીનામા આપ્યા બાદ કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડી.ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિ વચ્ચે કેસરીયા કર્યા હતા. જેમાં જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને રાજુલા જાફરાબાદ કોંગ્રેસના હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા, જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સાથે નાયબ દંડક કૌશીક વેકરીયા,ધારાસભ્ય હીરા સોલંકી,જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ કાબરીયા,સહિત ભારતીય જનતા પાર્ટીના હોદેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા આ મુદ્દે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેરએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ગઈ કાલે હું ભાજપમાં જોડાયો મારા મત વિસ્તારના લોકો ગાંધીનગર ન પોહચી શકે તે માટે મત વિસ્તારમાં કાર્યક્રમમાં રાખ્યો છે.
શું કહ્યું સી.આર.પાટીલે

