• ધોરણ 8માં હતી ત્યારથી દુષ્કર્મ શરૂ કર્યું તો બહેનના લગ્ન પછી પણ ચાલુ રાખ્યું

  • હવસખોર ભાઇએ વિદેશ હતો ત્યારે તેણે બહેનને પૈસાની મદદ કરી હતી
  • રક્ષાબંધનના તહેવારના દિવસે પણ દુષ્કૃત્ય આચરતા ખચકાયો નહોતો

ભણીશ નહીં તો તને પપ્પા લડશે તો હું તને બચાવીશ તેમ કહીને સગા ભાઇએ તેની નાની બહેન સાથે 20 વર્ષ પહેલા દુષ્કર્મ આચર્યુ હતું. આ બાદ સગો ભાઇ બ્લેકમેઇલ કરીને બહેન સાથે દુષ્કર્મ આચરતો હતો. હવસખોર ભાઇએ વિદેશ હતો ત્યારે તેણે બહેનને પૈસાની મદદ કરી હતી. વિદેશથી પરત આવ્યા બાદ હવસખોર ભાઇએ કહ્યું કે, તુ જ્યાં સુધી પૈસા પરત નહીં આપે ત્યાં સુધી તારે મારી સાથે શારિરીક સંબંધ બાંધવા પડશે. ગત, રક્ષાબંધનના દિવસે પણ હવસખોર ભાઇએ શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યુ હતુ. અંતે બહેને સગા ભાઇ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

રાણીપ વિસ્તારમાં રહેતી નિલમ (નામા બદલેલ છે) જ્યારે તે ધોરણ 8માં અભ્યાસ કરતી હતી ત્યારે તેનો સગો ભાઇ હિમાંશુ (નામ બદલેલ છે)ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. આ નિલમના પિતા સ્વભાવે કડક હોવાથી સગો ભાઇ તેની બહેનને રોજ અભ્યાસ કરાવતો હતો. એક દિવસ નિલમને અભ્યાસ કરતા સમયે બાથરૂમમાં ગઇ હતી. નિલમ શૌચક્રિયા કરીને બહાર નિકળી રહી હતી ત્યારે હિમાંશુએ તેનું મોંઢુ દબાવીને ધમકી આપી કે, પપ્પા અભ્યાસ બાબતે બોલશે તો હું તને બચાવીશ નહીં, જો હું કહેવુ તેમ કરીશ તો હું તને બચાવીશ લઇશ તેમ કહીને દુષ્કર્મ આચર્યુ હતુ. બેંગ્લોર અભ્યાસ અર્થે હિમાંશુ ગયો હતો. જ્યારે રજાઓ પડે ત્યારે ઘરે આવતો તે વખત બહેન નીલમને બ્લેકમેઇલ કરીને શારિરીક સંબંધ બાંધતો હતો. વર્ષ 2015માં નીલમના લગ્ન થઇ જતા તે સાસરે રહેવા માટે જતી રહી હતી. જ્યારે નિલમ પિયરમાં રોકાવવા માટે આવતી ત્યારે હિમાંશુએ શારીરિક સંબંધ બાંધવાનું કહેતા નિલમે ના પાડી દીધી હતી. જેથી હિમાંશુએ ધમકી આપી કે, હું તારૂ ઘરસંસાર બગાડી તેમ કહીને દુષ્કર્મ આચરતો હતો. બેંગ્લોરથી અભ્યાસ પૂર્ણ કરીને હિમાંશુ વિદેશ ગયો હતો ત્યારે તેણે નિલમને પૈસા આપીને મદદ કરી હતી. બાદમાં રક્ષાબંધનના તહેવારના દિવસે પણ દુષ્કૃત્ય આચરતા ખચકાયો નહોતો.


  • Follow us on: