- સુરત આવી પાનકાર્ડ, આધારકાર્ડ, પાસપોર્ટ બનાવ્યા
- ભારતીય પાસપોર્ટ પર કતાર નોકરી માટે ગયો હતો
- સુરત SOGએ વિદેશથી સુરત પરત ફરતા ઝડપ્યો
સુરતમાં એક બાંગ્લાદેશીની સુરત એસઓજીએ ધરપકડ કરી છે.મુસ્લિમ યુવકે હિંદુ નામ ધારણ કરી ખોટા ડોકયુમેન્ટ બનાવ્યા હતા,તો તે ખોટા ડોકયુમેન્ટના આધારે યુવક કતાર નોકરી પણ કરી આવ્યો પણ જયારે તે કતારથી પરત ફરતો હતો અને સુરત એરપોર્ટ પર ઉતર્યો ત્યારે સુરત એસઓજીએ તેને દબોચીને વધુ તપાસ હાથધરી હતી.
સુરતમાં બાંગ્લાદેશનો ઘૂસણખોર ઝડપાયો
બાંગ્લાદેશથી આવેલા મુસ્લિમ યુવકે હિદું બની કરી હતી ઘુસણખોરી,બાંગ્લાદેશી શખ્સે ખોટું હિંદુ નામ ધારણ કર્યું હતું તો તેની પાસેથી પોલીસે પાસપોર્ટ,આધારકાર્ડ, પાનકાર્ડ જપ્ત કર્યા છે.આ યુવક 2020માં બાંગ્લાદેશ બોર્ડરથી ભારતમાં પ્રવેશ્યો હતો.યુવક ઇન્ડિયન પાસપોર્ટ ઉપર વિદેશ કતાર નોકરી માટે ગયો હતો.ઇન્ડિયન પાસપોર્ટ બનાવી તેણે 4 વર્ષ વિદેશ નોકરી પણ કરી હતી.

મુસ્લિમ મીનાર બન્યો હિદુ શુવો દાસ
બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરીને ભારતમાં ઘુસણખોરી કરવી તેવા અનેક લોકો ભારતદેશમાં વસ્યા છે,ત્યારે બોર્ડરક્રોસ કરીને કઈ રીતે અહી સુધી પહોંચે છે તે એક મોટો સવાલ છે,પોલીસ હવે એ પણ તપાસ કરી રહી છે કે,આ યુવકને ખોટા ડોકયુમેન્ટ કોણે બનાવી આપ્યા,બાંગ્લાદેશથી અહીયા સુરત આવ્યો ત્યારે તેની સાથે અન્ય કોણ હતુ તે કોની સાથે રહેતો હતો તેને લઈ ઉંડાણપૂર્વક તપાસ હાથધરી છે.
19 જૂન 2024ના રોજ કચ્છમાંથી પાકિસ્તાની ઘુસણખોર ઝડપાયો
ભારતમાં ઘણી વાર ઘુસણખોરી કરતા પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિક ઝડપાતા હોય છે. ત્યારે ફરી એક વાર કચ્છની સરહદ પરથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો છે. બોર્ડર પિલર નંબર 1125 નજીક પાકિસ્તાની નાગરિકને ઝડપી પાડ્યો છે. BSFએ પેટ્રોલિંગ દરમિયાન અફઝલ નામનો પાકિસ્તાની નાગરિક ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે. પાકિસ્તાન ઘૂસણખોર પાસેથી કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુઓ મળી નથી. જો કે સમગ્ર મામલે BSFએ વધુ તપાસ હાથધરી છે.









