સુરત શહેરમાં કારચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં 108 એમ્બ્યુલન્સને કારચાલકે સાઈડ ન આપી અને હોર્ન મારવા છત્તા એમ્બ્યુલન્સે સાઈડ આપી નથી તેવી વાત સામે આવી છે, BRTS રૂટમાં કાર દોડાવી એમ્બ્યુલન્સને સાઈડ ન આપી જેના કારણે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, શું પોલીસ આવા બેદરકારી ભરેલા માણસ સામે કાર્યવાહી કરશે ! મહત્વની વાત તો એ છે કે બીઆરટીએસ રૂટમાં કાર ચલાવવી ગુનો બને છે.
ટ્રાફિક પોલીસે આવા લોકો સામે ગુનો દાખલ કરવો જોઈએ
સુરતમાં બોલો નફ્ફટાઈ પણ હવે હદ વટાવી રહ્યો છે આ કારનો ડ્રાઈવર, ભેસ્તાનથી ઉન દર્દી લેવા જતી 108 એમ્બ્યુલન્સને BRTS રૂટ પર દોડતી કારે સાઈડ જ ન આપી, શુક્રવારની રાત્રે બનેલી ઘટનાના વીડિયો સામે આવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે, વીડિયોમાં સ્પષ્ટ સંભળાતા સાયરનના અવાજ પછી પણ કાર ચાલકે 108 એમ્બ્યુલન્સની અવગણના કરતા અનેક પ્રશ્નો ઉભા થયા, સુરત ટ્રાફિક પોલીસ આવા બદમાશ કાર ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી સજા આપે, એક તો BRTS રૂટમાં વાહન ચલાવવું અને બીજું 108 એમ્બ્યુલન્સનો સાઈડ ન આપવી, આવા અનેક ગુના દાખલ થવા જોઈએ.
સુરતમાં કાર ચાલકની ગંભીર બેદરકારી
પોતાના બાપનો રોડ હોય એમ કાર ચાલક બિંદાસ રીતે કાર બીઆરટીએસ રૂટમાં ચલાવી રહ્યો છે, પાછળ એમ્બ્યુલન્સ છે અને તેની જાણ પણ તેને છે પણ શું ખબર તે સાઈડ નથી આપતો તે ખબર પડતી નથી, આવી રીતે મનમાની કરીને ડ્રાઈવિંગ કરવું એ કેટલું યોગ્ય છે ! તમારા કારણે કોઈનો જીવ જશે તો તેના માટે કોણ જવાબદાર રહેશે તેની કાર ચાલકને ભાન છે કે નહી, સુરત પોલીસ આ કાર ચાલકની સામે ગુનો નોંધો અને તેનું ડ્રાઈવિંગ લાયસન્સ રદ થાય ત્યાં સુધીની કાર્યવાહી કરો તેવું સુરતીઓ ઈચ્છી રહ્યાં છે.









