- આ ઘટના મોડી રાત્રે સરથાણાના જકાતનાકામાં બની હતી
- દરવાજાનું હેન્ડલ તૂટી જવાને લીધે આ ઘટના બની હતી
- ફાયર બ્રિગેડે અડધા કલાકની જહેમત પછી સહી સલામત બહાર કાઢ્યો
શુક્રવારે મોડી રાત્રે સરથાણા જકાતનાકા, વ્રજચોક પાસેની હરેક્રિષ્ણા રેસીડેન્સીના સાતમાં માળે બેડરૂમનો દરવાજો લોક થતા દંપતિ અને બે બાળકો ફસાતા ધમાચકડી મચી જવા પામી હતી. ફાયર બ્રિગેડની ટીમે અડધા કલાકની જહેમત બાદ તમામને સહી સલામત બહાર કાઢતા સૌએ રાહતનો દમ લીધો હતો.
આ ઘટના મોડી રાત્રે સરથાણાના જકાતનાકામાં બની હતી
શુક્રવારે રાત્રે અગ્યારેક વાગ્યાના અરસામાં ફાયર બ્રિગેડને બનાવની જાણ થતાં પુણા ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. ફાયર ઓફિસર દિનુ પટેલે કહ્યું હતું કે, હરેક્રિષ્ણા રેસીડેન્સીના એ વિંગમાં સાતમાં માળે રહેતા નારણભાઈ ડાહ્યાભાઈ કપૂસરા તેમની પત્ની દયાબેન પુત્ર અક્ષ અને પુત્રી નૈયતી બેડરૂમમાં ફસાયા હોવાની માહિતી મળી હતી. બેડરૂમના દરવાજાના ઓટોમેટિક લોકનુ હેન્ડલ તૂટી જવાને લીધે આ ઘટના બની હતી. નારણભાઈ પાસે દરવાજાની ચાવી હતી. પરંતુ ચાવીથી દરવાજો બહારથી ખૂલી શકે તેમ હતું.
દરવાજાનું હેન્ડલ તૂટી જવાને લીધે આ ઘટના બની હતી
જેથી એક માર્શલને રસ્સો બાંધી આઠમાં માળની બારીમાંથી નારણભાઇના સાતમાં માળના ફ્લેટની બારી સુધી મોકલાયો હતો અને તેમની પાસેથી ફ્લેટની ચાવી લઈ ફ્લેટ તથા બેડરૂમનો દરવાજો ખોલી બહાર કાઢવામાં આવ્યા હતા. સ્થળ પર હાજર લોકોએ ફાયર બ્રિગેડની કામગીરીના બારોબાર વખાણ કર્યા હતા.