સુરતમાં ડ્રગ્સના નશામાં નસેડીએ આતંક મચાવ્યો હતો, અને બસ માથે લીધી હતી, બીઆરટીએસ બસમાં મહિલાઓ જઈ રહી હતી તે દરમિયાન નસેડીએ બસમાં ઘુસીને ધમાલ કરી અને મહિલાઓ અને અન્ય મુસાફરોને ઈંજેકશનની સિરીંજ અને ડ્રગ્સનું પેકેટ બતાવ્યું હતુ, તો આ સમગ્ર મામલે હજી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
સુરતમાં BRTS બસમાં મહિલાઓની હાજરીમાં નસેડીએ કરી ધમાલ
સુરતમાં ડ્રગ્સનો નશો કરી નસેડીએ બસમાં ઉત્પાત મચાવ્યો હતો, ઉડતા સુરત જેવી સ્થિતિનો વીડિયો વાયરલ થયો છે ત્યારે સૌ કોઈમાં આ વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે, અડાજણથી કામરેજ BRTS બસમાં આ નસેડીએ ધમાલ કરી હતી અને બસમાં ઘુસીને મહિલાઓને અને અન્ય મુસાફરોને જેમ તેમ બોલતો હતો, નશાની હલાતમાં બસમાં બેફામ અપશબ્દો બોલતા મહિલાઓ પણ ભોઠી પડી હતી અને બસમાં સવાર મહિલાએ ડરીને નીચે ઉતરી ગઇ હતી.
યુવકને કંડક્ટરે ઉતરવાનું કહેતા ડ્રગ્સનું પેકેટ બતાવ્યું
તો મહત્વની વાત તો એ છે કે યુવકને કંડકટરે નીચે ઉતરવાનું કહેતા તેની સાથે પણ મારપીટ કરી હતી અને કંડકટરને ડ્રગ્સનું પેકેટ બતાવ્યું હતુ તો નસેડીએ પોતાને રોયલ કાઠીયાવાડી ગણાવ્યો હતો, સુરતમાં ડ્રગ્સનો નશો કરાતો હોવાનો સામે આવ્યો જીવતો પુરાવો અને નસેડીને ભાન જ ન હતું કે તે કઈ બસમાં બેઠો છે. તો પોલીસે પણ આ યુવાનને શોધીને કાયદાનો પાઠ ભણાવવો જોઈએ જેથી અન્ય નસેડીઓને ખબર પડે કે ધમાલ મચાવીએ તો કેવી હાલત થાય છે.
સુરતના BRTS બસમાં ડ્રગ્સ નસેડીનો વિડીયો થયો વાયરલ
યુવક પાસેથી મળી આવ્યું કોકેઇન ડ્રગ્સ અને ઇન્જેક્શનની સિરીંજ તો નસેડીને જવાનું હતું કતારગામ અને કામરેજની બસમાં બેસી ગયો હતો અને બસમાં કંડકટર અને સાથી મુસાફરોએ ઉતરવા અડધે ઉતરવા કહ્યું તો બસમાં જ બબાલ કરવા લાગ્યો હતો, યુવક કંડકટરને કહી રહ્યો હતો કે આ ડ્રગ્સના પેકેટની કિંમત 5000 રૂપિયા છે અને મારી પાસે દોઢ લાખનો ફોન અને અઢી લાખની ઘડિયાળ બતાવી પોતે રોયલ હોવાનું બતાવ્યું હતુ.









