• સુરતમાં નકલી પોલીસની આખી ગેંગ ઝડપાઇ
  • વરાછા પોલીસે નકલી પોલીસને ઝડપી નોંધ્યો ગુનો
  • 5 શખ્સોએ પોલીસ બની જુગારધામ પર દરોડા પાડયા

ગુજરાત રાજયમાં નકલીનો ખેલ હજી ચાલુ જ છે,કયારેક નકલી પોલીસ,કલેકટર તો કયારેક નકલી કચેરીઓ પણ ઝડપાય છે,આવી જ એક ઘટના સુરતના વરાછા વિસ્તારમાં બની જયા જુગાર રમતા લોકોની વચ્ચે નકલી પોલીસ બનીને ગયેલા લોકોએ કેસ નહી કરવાના બહાને તોડ કર્યો,તો અસલી પોલીસે સમગ્ર ઘટના જાણતા આરોપીને ઝડપ્યા અને અનેક ખુલાસાઓ કર્યા.

અસલી પોલીસે પાડયો ખેલ

[[$googlead]]

સુરતના વરાછા વિસ્તારમાં જુગાર રમાડવામાં આવે છે,ત્યારે નકલી પોલીસ બનીને પાંચ આરોપીઓ ત્યા રેડ કરવા ગયા અને પોલીસ બનીને રેડ કરી,જુગાર રમતા આરોપીઓ દ્રારા કેસ કરવામા ના આવે તેવું કહેવામાં આવ્યું જેમાં સેટલમેન્ટ કરી આરોપીઓએ રૂપિયા 1.73 લાખનો તોડ કર્યો અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.જુગારીઓને શંકા જતા અસલી પોલીસનો સંપર્ક કર્યો જેમાં પોલીસે CCTVના આધારે નકલી પોલીસને ઝડપ્યા છે.પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે અને 2 આરોપીઓ ફરાર છે.

[[$alsoread]]

જુગાર રમતા લોકો પાસેથી તોડ કર્યો

જુગારીઓએ અસલી પોલીસને કહ્યું કે,જયારે રેડ કરવા માટે આવ્યા હતા આરોપીઓ ત્યારે અસલી પોલીસનો વહેમ મારતા હતા જેથી ગભરાઈ જઈને કેસ ના થાય એટલે રૂપિયા આપવામાં આવ્યા હતા,પરંતુ ત્યારબાદ પોલીસને આ સમગ્ર ઘટનાની જાણ કરાતા નકલી પોલીસને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા,મહત્વની વાતતો એ છે કે,પોલીસે હાથ સમગ્ર મામલે તપાસ કરી છે કે અગાઉ પણ સુરતમાં કોઈ અન્ય જગ્યાએ આ આરોપીઓ દ્રારા પોલીસ બનીને તોડ તો નથી કરવામાં આવ્યો ને.

નકલી પોલીસે જુગારધામ પર પહોંચી તો અસલી પોલીસ શું કરતી હતી

મહત્વની વાત તો એ છે કે,નકલી પોલીસને ખબર હતી કે વરાછામાં જુગાર રમાડાય છે અને રેડ કરી,તો અસલી પોલીસને આ વાતની નથી ખબર કે વરાછામાં જુગાર ચાલે છે ? શું અસલી પોલીસ ઉંઘી રહી હતી કે પછી તેમને પણ મહિને રૂપિયાથી મતલબ છે ? અસલી પોલીસને પણ ખબર જ હતી કે તેમના વિસ્તારમાં જુગાર ચાલે છે પરંતુ પોલીસ કેમ રેડ નથી કરતી તે તો ઓફીસમાં બેઠેલા અધિકારી જ જાણે,ત્યારે પોલીસ જ આવું દૂષણ બંધ નહી કરાવે તો કોણ કરવાશે એ એક સવાલ છે.

 

  • Follow us on: