સુરતમાં ડમ્પરચાલકે વિદ્યાર્થીને અડફેટે લેતા અકસ્માતમાં વિદ્યાર્થીનો ચમત્કારીક બચાવ થયો છે. વિદ્યાર્થીને અકસ્માતમાં સામાન્ય ઈજા પહોંચી છે. સ્થાનિકોમાં ડમ્પરચાલક વિરુદ્ધ રોષ વ્યક્ત કરીને ડમ્પરચાલકો સામે કાર્યવાહી કરવા માંગ કરી છે.
સુરતના પાલ ગૌરવ પથના મોનાર્ક સર્કલ નજીક ફરી એકવાર અકસ્માતની ઘટના બની હતી. સુરતમાં ડમ્પર ચાલકો બન્યા બેફામ બન્યા છે. ડમ્પરચાલકે વિદ્યાર્થીને અડફેટે લીધો હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ અકસ્માતના વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, ડમ્પર ચાલક બેફામ રીતે ગાડી હંકારી રહ્યો હતો. તેણે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હોય તેમ રસ્તો ક્રોસ કરી રહેલા વિદ્યાર્થીને અડફેટે લીધો છે.













