• સુરત પોલીસ દ્વારા શસ્ત્રપૂજામાં ગુહ રાજ્યમંત્રી ઉપસ્થિત
  • પોલીસ કમિશનર સાથે શસ્ત્રનું પૂજન કર્યું
  • દેશવાસીઓને દશેરા પર્વની શુભેચ્છા આપી હતી

આજે દેશભરમાં દશેરાના પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે દશેરાના પાવન દિવસે શસ્ત્ર પૂજનની પરંપરા છે. ત્યારે સુરત પોલીસ દ્વારા પોલીસ હેડ ક્વોટર ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહી સુરત પોલીસ કમિશનર સાથે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શસ્ત્રનું પૂજન કર્યું હતું.

રાજ્યમાં વિવિધ સ્થાનો પર દશેરા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. મંદિરો સહિતની જગ્યા પર વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.આ ઉપરાંત દશેરા પર શસ્ત્ર પૂજનની પરંપરા રહી છે. ત્યારે સુરતમાં પોલીસ હેડ ક્વોટર ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે હર્ષ સંઘવી અને સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શાસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું.

[[$googlead]]

લોકોની રક્ષા માટે જે શસ્ત્રો સુરત પોલીસ પાસે છે તે તમામ શસ્ત્રોની પૂજા અહી કરવામાં આવી હતી. જ્યાં હર્ષ સંઘવી અને સુરત પોલીસ કમિશ્નર દ્વારા દેશવાસીઓને દશેરા પર્વની શુભેચ્છા આપી હતી. તેમજ રાજ્યની જનતા તમામ સ્થિતિમાં સુરક્ષિત રહે તેના માટે પણ ભગવાનને પ્રાર્થના કરી હતી.

[[$alsoread]]


અસમાજિક તત્વોને આપી ચેતવણી

અસામાજિક તત્વોને ગૃહ રાજ્ય મંત્રીની ચેતવણી આપતાં કહ્યું કેકાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. તેમજ તેમણે ડ્રગ્સના દુષણ સામે કહ્યું કે, ડ્રગ્સરૂપી રાવણ સળગાવવા દશેરાની રાહ નથી જોતું, સવાર પડે એટલે પોલીસ રાવણ પકડે છે. ગુજરાત પોલીસે ડ્રગ્સરૂપી રાવણ પકડ્યા જ છે. પોલીસે ડ્રગ્સ સામે અભિયાન નહિ જંગ છેડી છે. જેનું પરિણામ સામે છે.

આ સાથે જ રાજ્યની બોર્ડર સુરક્ષિત કરવા અંગે હર્ષ સઘવીએ કહ્યું કે, કાયદાની બોર્ડર કોઈપણ ઓળંગશે તો નુકસાન થશે નહીં. કાયદા તોડશો તો સામે કોણ છે એ પોલીસ નહીં જોવે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો સાથે જ અસમાજિક તત્વોને ચેતવણી આપી છે. 

વિશેષ શસ્ત્ર પૂજા કરવામાં આવી

શસ્ત્ર પૂજાના પર્વની શરૂઆત રાજા-મહારાજાઓએ કરી હતી, જે આજ સુધી ચાલી આવી છે. દશેરાના દિવસે સંપૂર્ણ વિધિ-વિધાનથી શસ્ત્ર પૂજન કરવામાં આવે તો વરદાન પ્રાપ્ત થાય છે. જેનાથી શત્રુ આપનો વાળ પણ વાંકો નથી કરી શકતો. જેના કારણે સામાન્ય લોકોની સાથે ભારતીય સેના પણ પોતાના હથિયારોની પૂજા કરે છે.

  • Follow us on: