કચ્છ બાદ સુરતમાં ફેરવેલ બાદ વિદ્યાર્થીઓ છાકટા બન્યા હતા,30 કારના કાફલા સાથે વિદ્યાર્થીઓ સ્કૂલે પહોંચ્યા હતા અને રોડને બાનમાં લીધો હતો પહેલા કારને રોડ પર એક સાથે લાઈનમાં મૂકી અને ત્યારબાદ ધોરણ 12ના વિધાર્થીઓ ભાન ભૂલીને રોડ પોતાના બાપનો હોય તેમ સમજીને કાફલા સાથે નીકળ્યા હતા,એક મંત્રીના કાફલામાં પણ ના હોય એટલી બધી મોંઘીદાટ કાર રોડ પર જોવા મળી હતી.
સુરતમાં ધો 12ના વિદ્યાર્થીઓ ફેરવેલમાં ભૂલ્યા ભાન
સુરતમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં સામે આવ્યું છે કે ધોરણ 12ના વિધાર્થીઓ મોંઘીદાટ કાર લઈને રોડ પર નીકળ્યા હતા અને કારમાં રૂફટોપ ખોલીને સીનસપાટા કર્યા હતા,ઘણા વિધાર્થીઓએ હાથમાં ફાયર ગન સાથે શો બાજી કરી હતી અને દરવાજા બહાર લટકીને વિદ્યાર્થીઓએ હંગામો કર્યો હતો,અડધો કલાક કરતા પણ વધારે સમયથી ટ્રાફિકજામ સર્જાયો હતો અને વિદ્યાર્થીઓએ પોતાનો જીવને જોખમમાં મૂકીને કલરબાજી કરી હતી.
સીન સપાટા માટે ડ્રોન કેમેરાથી વીડિયો બનાવ્યો
વાત સીનસપાટાથી પતી નથી જતી પરંતુ વિધાર્થીઓએ ડ્રોન કેમેરાથી વીડિયો બનાવ્યો અને તે વીડિયો સોશિયલ મીડિયામાં મૂકયો હતો,જાણે વિધાર્થીઓએ કોઈ મોટી સિદ્ધી હાંસલ કરી હોય તેમ સીનસપાટા કર્યા હતા,ભાઈ હજી તો ધોરણ 12માં છો અને આવું કરો છો,તો તમે કોલેજમાં આવશો તો શું કરશો તે દેખાઈ આવે છે તમારી હરકત પરથી,વિદ્યાર્થીઓ ઓલપાડની ફાઉન્ટેડ હેડના સ્કૂલના છે.સ્કૂલમાં ફેરવેલના નામે હંગામો કર્યો હોવાની વાત સામે આવી છે.
પોલીસ નોંધશે ફરિયાદ ?
હજી ધોરણ 12માં છો એટલે તમારી પાસે લાયસન્સ પણ હશે નથી અને માતા-પિતા પણ કેવા કહેવાય કે તેમના બાળકને મોંઘીદાટ કારની ચાવી આપી દીધી,ભાઈ કોઈનો અકસ્માત થયો હોત તો કોણ જવાબદાર રહેત ! આ સમગ્ર ઘટનામાં પોલીસે હજી સુધી કોઈ કાર્યવાહી કરી નથી,આવા બેફામ નબીરાઓને કાયદાનો પાઠ ભણાવવો જરૂરી છે,જે કરવું હોય તે તમારા ઘરમાં કરો અમારા આ ગુજરાતના રોડ પર આવા સીનસપાટા નહી ચલાવી લેવાય.









