સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં રૂપિયાની લેતીદેતીમાં ફાયરિંગ કરી યુવકની હત્યા કરવામાં આવી છે.પાન પાર્લરના માલિક જીતુભાઈની ગોળી મારીને જાહેરમાં હત્યા કરાઈ છે,ચારથી પાંચ આરોપીઓ દ્રારા ફાયરિંગ કરીને હત્યા કરી દેવામાં આવી છે.વનરાજ નામના આરોપીએ જાહેરમાં ગોળી મારીને હત્યા કરતા લોકોમાં શોકનો માહોલ છવાયો છે.


[[$googlead]]

રૂપિયાની લેતીદેતીમાં કરાઈ હત્યા

સુરેન્દ્રનગર શહેરના જોરાવરનગરમાં ભરચક વિસ્તારમાં જાહેરમાં બે રાઉન્ડ ફાયરિંગ કરાતા એકનું મોત નિપજ્યું છે.આરોપી પાસે ફટાકડાના રૂપિયા લેવાના હોવાથી અગાઉ ગત અઠવાડિયે માથાકૂટ થઇ હતી અને એ માથાકૂટનો ખાર રાખીને વનરાજ નામના આરોપીએ ફાયરિંગ કર્યુ હતુ.મૃતક જીતુભા ગોહીલ મયુરપાન પાર્લર ચલાવતા હતાં અને મૃતકના ઘેર માતમ છવાયો છે બે દિકરી એક દીકરાએ બાપની છત્રછાયા ગુમાવી છે.જીલ્લા એસપી ગીરીશકુમાર પંડ્યા ડીવાયએસપી રબારી એલસીબી સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતકનું પીએમ રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે.

[[$alsoread]]


પોલીસે હાથધરી તપાસ

સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ હાથધરી છે અને આરોપીઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.ચાર થી પાંચ લોકો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હોવાની વાત સામે આવી છે ત્યારે રૂપિયાની લેતીદેતીમાં ફાયરિંગ થતા પોલીસે પણ અન્ય લોકોના નિવેદન નોંધ્યા છે સાથે સાથે દુકાનની બહાર જે સીસીટીવી લગાવ્યા છે તેની પણ તપાસ હાથધરી છે.ફટાકડાના રૂપિયા લેવાના હતા અને તેને લઈ ફાયરિંગ કર્યુ હોવાની વાત સામે આવી છે,પોલીસે આરોપીઓને શોધવા અલગ-અલગ ટીમો બનાવી છે.

હત્યાનો નોંધાયો ગુનો

પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે અને તપાસ હાથધરી છે,આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને મુખ્ય વાત તો એ છે કે ગેરકાયદેસર રીતે હથિયાર કયાંથી લાવ્યા તે પણ એક સવાલ છે,ત્યારે મૃતદેહના પીએ બાદ પરિવારને મૃતદેહ અંતિમ ક્રિયા માટે સોંપવામાં આવશે,પોલીસની અલગ-અલગ ટીમો આ બાબતે તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં આરોપીઓને ઝડપી લેવામાં આવશે સાથે સાથે આરોપીઓ જિલ્લો છોડીને ફરાર થઈ ગયા છે તેવી માહિતી પણ સામે આવી રહી છે.

 

  • Follow us on: